Abtak Media Google News

યજ્ઞ, ધ્વજારોહણ,  રમતોત્સવ, પુરસ્કાર વિતરણ અને લગ્ન જીવનના ૧૦ વર્ષ પુરા કરનારનો સન્માન કાર્યક્રમ યોજાશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા ખાતે આવેલા આર્ય સમાજનો આજે ૩૫ મો સ્થાપના દિવસ છે. આજ રોજ ૩૫ માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞ, ધ્વજારોહણ,  રમતોત્સવ, પુરસ્કાર વિતરણ અને લગ્ન જીવનના ૧૦ વર્ષ પુરા કરનારનો સન્માન કાર્યક્રમ યોજાશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય બનોના સૂત્ર સાથે આર્ય સમાજની સ્થાપના કરી ત્યાર બાદ સમગ્ર હિદુસ્તાનમાં ઠેર ઠેર  આર્ય સમાજ બનાવ્યા હતા ત્યારે ટંકારા શહેરમાં પણ ત્રણ હાટડી ખાતે ભવ્ય  સમાજ ની સ્થાપના કવામાં આવી હતી. જેને આજે ૩૫ વર્ષ પુરા થતા સ્થાપના વર્ષ ઉજવવામાં આવશે આ પ્રસગે ખાસ ગરમી માથી રાહત મેળવવા અને વસંત નો અનુભવ થાય તેવા હેતુ થી કુવાડવા રોડ પર આવેલા વંસત વિહાર મા કાર્યક્રમ યોજાશે.
સમાજના આગેવાનો તથા ટંકારાના ગ્રામજનો તેમજ વિરોને વિરાંગના હાજર રહેશે.યજ્ઞ, ધ્વજારોહણ,  રમતોત્સવ અને પુરસ્કાર વિતરણ બાદ લગ્ન જીવન ના ૧૦ વર્ષ પુરા કરનાર નુ ખાસ સન્માન કરવામા આવશે અતં મા વિદ્વાનો દ્વારા પ્રવચન બાદ કાર્યકમ નુ સમાપન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.