Abtak Media Google News

નિ:ર્સ્વા, નિડર અને દુરંદેશી વ્યક્તિત્વના માલિક સ્વ.શાંતિભાઈ મહેતા

આજે ગાંધી નિર્વાણ દિન છે અને જોગાનુજોગ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારા અને જીવનમાં ગાંધીજીની વિચારધારા ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ને ઉતારનારા તા ‘અબતક’ પરિવાર અને મહેતા પરિવારના પદર્શક સ્વ.શાંતિભાઈ મહેતાની ૧૧મી પુણ્યતિિ છે

નિર્સ્વા, નિડર અને દુરંદેશી વ્યક્તિત્વના માલિક એવા સ્વ.શાંતિભાઈ મહેતા ‘અબતક’ પરિવાર અને મહેતા પરિવારના સ્વ.શાંતિભાઈ મહેતા પદર્શક બન્યા છે. સતત ૨૦ વર્ષ સુધી પડધરીના સરપંચપદે રહેલા તેમણે પંચાયતી વહીવટમાં પારદર્શકતાનો ઐતિહાસિક દાખલો બેસાડ્યો હતો. પડધરીને ગોકુળીયુ ગામ બનાવવા માટે દાયકાઓ સુધી તપસ્યા કરી હતી. દુષ્કાળ સમયે તેમણે કરેલી ગ્રામજનો અને પશુઓને સેવાના આજે પણ દાખલા દેવાય છે. મેનેજમેન્ટમાં માસ્ટરી ધરાવતા સ્વ.શાંતિભાઈ મહેતા સાદુ જીવન જીવ્યા હતા અને પડધરી સહિતના પંકમાં દારૂ જેવી બદીઓ સામે લડત પણ ચલાવી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગામડાઓનો જે ક્ધસેપ્ટ આપ્યો છે તે ગામડાની સ્માર્ટનેસ શાંતિભાઈએ પડધરીને દાયકાઓ પહેલા આપી હતી.  દુકાળના વર્ષમાં મહાજન શાંતિદાદાએ કેટલ કેમ્પો શરૂ કરાવ્યા હતા, ગાયો અને પશુઓને નિભાવવા માટે આખે આખા શેરડીના વાડ રાખી લોકભાગીદારોથી દુકાળના વર્ષમાં પશુઓને બચાવી લીધા હતા. પડધરીમાં બટુક ભોજન, કન્યા કેળવણીની ઉપાસના જેવા સામાજિક કાર્યક્રમોમાં શાંતિભાઈ કયારેય પાછા પડતા ન હતા. પડધરી ગામના સરપંચ તરીકે દાયકાઓની સમાજ સેવા થકી જનમાનસમાં અમર બનેલા સરપંચ શાંતિભાઈ મહેતાનો આજે તા.૩૦મી જાન્યુઆરીએ આવતી પૂણ્યતિથિ માત્ર મહેતા પરિવાર માટે જ નહીં પરંતુ પડધરી પંથકના લોકોને પણ એક પોતીકા સ્વજનની તિથિ તરીકે યાદ રહે છે.

મુળ પડધરીના વતની અને સમગ્ર પંથકમાં સખાવતી મહાજન અને ગરીબોના બેલી તરીકે છાપ ધરાવતા ગ્રામજનોના મદદગાર સ્વ. શાંતિલાલ ઓધવજીભાઈ મહેતા ‘શાંતિભાઈ’એ દાયકાઓ પૂર્વે પંચાયતી રાજની અસરકારક કામગીરી અને ગામડાની સુવિધાઓમાં સ્માર્ટનેસનો સંચાર કરાવ્યો હતો. ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ના સંધ્યાકાળે આ ફાની દુનિયાને અલવિદા કરી દેનાર સ્વ.શાંતિભાઈ આજે પણ પડધરીના ગ્રામજનો અને સમગ્ર પંથક મહાજન અને એક સારા સરપંચ તરીકે યાદ કરે છે.પરિવારના જામેલા વેપાર-ધંધામાં શાંતિભાઈનું યોગદાન ખુબ મોટુ હતું. એકના અનેક કરવાના વાણીયાના દિકરાના ગુણને શાંતિભાઈએ જીવનમાં માત્ર બેંકના ખાતાઓમાં ધનના ઢગલા કરવા માટે જ નહોતો ઉપયોગ કર્યો. શાંતિભાઈએ એકના અનેક કરવાના વાણીયાના દિકરાના ગુણને સામાજિક સેવા અને સંબંધોના ગુણાકાર માટે ઉપયોગ કર્યો હતો.

એક વખત ગામમા મનહરલાલજી મહારાજની નકકી થયેલી કથા છેલ્લી ઘડીએ મુલત્વી રાખવાની નોબત આવેલ. ગામના સરપંચ અને મહાજનના દિકરા તરીકે શાંતિભાઈએ છેલ્લી ઘડીએ મુલત્વી રહેલી કથાના આયોજનનું બિડુ ઝડપી લીધું અને હજ્જારો ભાવિકોની મેદનીઓને કથાનું સુપેરે સંચાલન કરીને પોતાની નેતૃત્વ શક્તિ અને મહાજનપણાની પ્રતિતિ કરાવી હતી. આજ રીતે ૧૯૮૨માં પડધરીના દેરાસરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ શાંતિભાઈએ ૫૦ હજાર શ્રાવકોને જમાડવાની જવાબદારીથી લઈ તમામ વ્યવસ્થા સુપેરે પાર પાડીને પોતાની કાબેલીયત અને સમાજ સેવાનો પરિચય આપ્યો હતો. ગામમા કોઈ અનિષ્ઠ ન પ્રવેશે તે માટે શાંતિભાઈ સતત સજાગ રહેતા હતા.

જવાની અને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી શાંતિભાઈએ ગામની રખેવાળી કરી અને ત્યારપછી સમય અને સંજોગો બદલાયા, રાજકારણના પવન ફર્યા પછી શાંતિભાઈના જયેષ્ઠ પુત્ર સતીષભાઈ મહેતા અભ્યાસ કરી પરત આવ્યા પછી સમજાવટ અને સમયના તકાજાથી શાંતિભાઈએ રાજકારણમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. શાંતિભાઈ મહેતાનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયું પરંતુ તેમની સેવાનો નાતો હમેશા તેમની સાથે રહ્યો.

ગાંધી વિચારધારાને વરેલા સત્ય અને અહિંસાના પ્રતિક એવા શાંતિભાઈ મહેતા માત્ર વિચારમાં જ ગાંધીવાદી ન હતા, જીવનના આચરણમાં પણ તેમણે ગાંધીજીની ‘સત્વતા’ જાળવી રાખી હતી. શાંતિભાઈ મહેતાએ જીવનભર ખાદીના કપડા અને સાદા ચપ્પલને જ અપનાવ્યા હતા. સાદગી તેમનો આદર્શ હતો. પરિવારની જાહોજલાલી તેમના જીવનના સાદાઈના સંસ્કારમાં જરાપણ અસર કરતા બની ન હતી.  પડધરીથી રાજકોટ આવીને શાંતિભાઈ મહેતા સાવ નિવૃત્ત થયા ન હતા.

અહીં આવીને માર્કેટીંગ યાર્ડમાં પોતાના પિતાના નામની વેપારી પેઢીમાં તેઓએ તેમની પ્રવૃત્તિનો યજ્ઞ ચાલુ રાખ્યો. વેપારમાં પણ ઈમાન્દારી અને નિષ્ઠાના પ્રતિક શાંતિભાઈ મહેતાએ ખેડૂતો અને વેપારીઓને યોગ્ય વહીવટી માર્ગદર્શન આપી પોતાની નેતૃત્વ શક્તિનો છેલ્લે સુધી સમાજના હિતમાં ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં પણ માનવ સેવા અને જીવદયાના પ્રયાય બનેલા શાંતિભાઈ મહેતાએ જીવનમાં કર્મ એજ ધર્મનો સમન્વય નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો.

ઈન્દોરમાં દોહિત્રીના લગ્નમાં જવાની ઈચ્છા અધુરી રહી અને શાંતિભાઈ ૮૦ વર્ષનું જાહોજલાલી ભર્યું જીવન છોડી લીલીવાડી મુકી ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ વિદાય થયા ત્યારે રાજકોટ અને પડધરી પંથકે એક પોતીકો સ્વજન ગુમાવ્યાનો આંચકો અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.