Abtak Media Google News

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. ૪.૯૨ કરોડના ખર્ચે શ્રીરામના મહાદેવ મંદિરનો પુન:નિર્માણ તા વિકાસ કરાશે

રાજકોટના સપુત અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સાંજે ૫-૦૦ કલાકે દિપાવલીના પર્વે રાજકોટ શહેરના ૫૫૦ વર્ષ પૈારાણીક શ્રીરામના મહાદેવ મંદિરના પુન: નિર્માણ અને વિકાસ કામનું ખાતમુર્હુત કરાશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાયસ ચેરમેન રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના આજી નદી વચ્ચે બિરાજતા શ્રીરામના મહાદેવના મંદિરનો રૂ.૪.૯૨ કરોડના ખર્ચે પુન: નિર્માણ તા વિકાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતત પ્રેરણા અને માર્ગદર્શન કી ગુજરાત પવિત્ર યાત્રાધાર વિકાસ બોર્ડ મારફત હા ધરાશે.

આ મંદિરના વિકાસ તા પુન:નિર્માણના કામોમાં રામના મંદિરની શીવલીંગની પવિત્રતા જાળવવા માટે સ્વયંભુ લીંગને સ્પર્શ કર્યા વગર અને તેના નજીકના ભાગને સ્પર્સ કર્યા વગર બાકીના ભાગોને વિકાસ તા કુંડ ક્ધસેપ્ટી નવી ડીઝાઇન તૈયાર કરાયેલ છે. નદીના પાણી, પુર વગેરે સનિક સ્િિતનો ખ્યાલ રાખી પૈારાણીક, છતાં મજબુત અને આકર્ષક ડીઝાઇન આપેલ છે.જેમાં પાર્કિગ, પ્રસાદરૂમ, જુતાઘર, લેન્ડ સ્કેપીંગ અને નદીની બંને તરફી એન્ટ્રી આપવામાં આવેલી છે. શીખરની ડીઝાઇન તા મંદિરની ડીઝાઇન વાસ્તુ, શિલ્પ વિગેરે બાબતોને ધ્યાનમાં રાખી મંદિરનો પ્રોજેકટ બનાવવામાં આવેલ છે.

આ રાજકોટ શહેરના આસ અને શ્રધ્ધાના કેન્દ્ર સમાન શ્રીરામના મહાદેવ  મંદિરના વિકાસના આ ખાતમુર્હુત કાર્યક્રમમાં શ્રધ્ધાળુ ભાવીકજનો પ્રજાજનોને મોટી સંખ્યામાં ઉપસ્તિ રહેવા અનુરોધ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.