Abtak Media Google News

આજે ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક મળશે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે. જેમાં ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને નિર્મલા સિતારમન હાજર રહેશે. બેઠકમાં ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષ પણ હાજરી આપશે. બેઠકમાં ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા અપ-પ્રચાર પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત ભાજપના આગામી કાર્યક્રમો અને વિકાસયાત્રા પર પણ ચર્ચા થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.