આજે કાળી ચૌદશ: ઘરમાંથી કકળાટ કાઢવા મહાકાળી પૂજન, ચોકમાં મુકાશે વડા

216

કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવાય છે: આજે વ્યાપાર-ધંધાની મશીનરીનું પૂજન શ્રેષ્ઠ: મુખ્યમંત્રીએ પાલીતાણામાં ઉજવી કાળીચૌદશ

આજે કાળીચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વડા મૂકી અશાંતિ દૂર કરશે તથા સુરાપુરા દાદાને નૈવેધ કરશે. આજે વ્યાપાર ધંધાની મશીનરીનું પૂજન કરવાથી કામ કયારેય અટકતુ નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પાલીતાણામાં આસ્થાભેર કાળી ચૌદશની ઉજવણી કરી છે.

કાળી ચૌદશ નરક ચતુદર્શી તથા ‚પચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે કાલીપૂજા કરવી ઉતમ કહેલી છે.

વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દા‚ણરાત્રી આમ ચારેય રાત્રીના નામ કાળીચૌદશ મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત, આમ કાળી ચૌદશ વર્ષની મહારાત્રી તરીખે ગણાય છે.

કાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મકરી શરીરે તેલનું લેપન કર્યા બાદ સ્નાન કરવાનું મહત્વ છે. ત્યારબાદ નિત્ય પૂજન કર્યા પછી યમતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે. અને અકાળમૃત્યુ આવતુ નથી.

કાળી ચૌદશના દિવસે સુરાપુરાને નૈવૈધ પણ ધરાવામાં આવે છે. અને સાંજના સમયે પ્રતિક સ્વ‚પે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા મૂકવામા આવે છે. આમ આવી રીતે ઘરમાંથી અશાંતી દૂર થાય છે.

ઘરની બહાર દરવાજા પાસે ૧૪ દિવા પ્રગટાવી અને ૧૪ યમના નામ લેવાથી ઘરના સભ્યોને અકાળમૃત્યુ અથવા આસ્મીક મૃત્યુનોભય રહેતો નથી.

કાળી ચૌદશએ માતાજી મહાકાલી પૂજાનો દિવસ છે. આમ માતાજીની પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવે છે ઘરમાં રહેલા બધા જ આશુરી તત્વો દૂર થાય અને જીવનમાં શાંતીનીપ્રાપ્તી થાય.

કાળી ચૌદશના દિવસે વ્યાપાર ધંધામાં રહેલ મશીનરીનું પૂજન કરવું મશીનરીને ચાંદલો ચોખા કરી રક્ષા કંકળ બાંધવું જેથી મશીનરી કોઈ દિવસ અટકે નહિ.

કાળી ચૌદશના દિવસે હનુમાનજીની પુજા કરવી પણ ફળદાયક કહેલી છે. એક માન્યતા પ્રમાણે કાળીચૌદશને પણ હનુમાનજીનો જન્મદિવસ માનવામાં આવે છે.

કાળી ચૌદશના દિવસે હનુમાનજીને તેલ, સિંદુર, અળદના સાતદાણા ચડાવા અને તેલનો દિવો કરી અગરબતી કરી હનુમાનચાલીસાના ૧૧ પાઠ કરવા અથવા સુંદરકાંડના પાઠ કરવા ઉતમ છે.ક વૃષભ, ક્ધયા, વૃશ્ર્ચિક, ધન, મકર રાશીને નાની મોટી પનોતી ચાલી રહી છે.

આથી આ રાશીના લોકોએ ખાસ કાળી ચૌદશના દિવસે હનુમાનજીની પુજા ઉપાસના કરવી આ વર્ષ કાળી ચૌદશના દિવસે ચિત્રા નક્ષત્ર છે. જેસાંજના ૭.૫૨ સુધી છે. જેશુભ ગણાય તથા નૈવૈધ માટે આખો દિવસ અને રાત્રીના ૧૦.૨૮ સુધીનો સમય શુભ છે.

કાળી ચૌદશના દિવસે હનુમાનજીને સુખડીનું નૈવેધ ધરાવુ ઉતમ છે.લિંગપુરાણના ઉલ્લેખ પ્રમાણે કાળી ચૌદશના દિવસે શિવપુજન કરવાથી અક્ષય ભોગની પ્રાપ્તી થાય છે. અને મૂકિત મળે છે. સંસારના બધા જ સુખોની પ્રાપ્તી થાય છે.

કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાશુરનો નાશ કરેલો આથીઆ દિવસને નરક ચતુદર્શીપણ કહેવામાં આવે છે.કાળી ચૌદશના દિવસે તેલમા લક્ષ્મીજીનો વાસ અને જળમાં ગંગાજીનો વાસ હોય છે.તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.

Loading...