સામગ્રી:
- 150ગ્રામ સ્પાઇરલ પાસ્તા
- ½ કપ લીલા અને લાલ મરચા
- 250 ગ્રામ ટામેટાં સમારેલા
- 2 જીણી સમારેલી ડુગડી
- મીઠું
- 1 ચમચી ઓલિવઓઇલ
- 1 ચમચી માખણ
- 1 કપ તાજું ક્રીમ
- 1 ઇંચ ટુકડો આદું ક્રશ કરેલું
- 8-10 કળી લશણ
- 2 ચમચી ટમેટો કેચપ
- 1 કપ ચીઝ ક્રશ કરેલું
- 100ગ્રામ પનીર છીણેલું
- 1 ચમચી સોયા સોસ
રીત:
- સૌથી પહેલા પાણીમાં 1 ચમચી ઓલિવ ઓઇલ, મીઠું અને પાસ્તા નાખી તેને પાંચ મિનિટ સુધી બાફોત્યારબાદ ઠંડા પાણીમાં ચાળી તેને અલગ રાખી લો
- સિમલા મરચું અને ટમેટોને બેક કરી તેની પેસ્ટ બનાવો
- હવે એક પેનમાં ઓલિવ ઓઇલ અને માખણ ગરમ કરો અને તેમાં લસણ, આદું, ડુંગડી નાખી તેને શેકો.
- ત્યારબાદ સૌયાસોસ, ટામેટું અને સિમલા મરચાની પેસ્ટ ઉમેરો.ત્યારપછી તેમાં ટમેટો કેચપ, પનીર, મીઠું,ક્રીમ અને ચીઝ નાખી તેને સારી રીતે મિક્સ કરી લો.તો તેયાર છે ગરમા ગરમ તમારા ફેવરેટ ચીલી પાસ્તા……