Abtak Media Google News

વિશ્વશાંતિ માટે સદા કટિબદ્ધઅને વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સનધરાવતા પ્રમુખસ્વામીજીએ સતત ૯૫ વર્ષ સુધીબીજાના ભલામાં આપણું જ ભલું છે…!!જીવનસૂત્ર સો અનેકવિધ સેવાઓમાંપોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું.

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમાગુરુદેવ અને મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાીજી મહારાજના પવિત્રવ્યક્તિત્વી તેઓ આકર્ષાયા. ૧૮ વર્ષની વયે તેમણે શાસ્ત્રીજીમહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈને સન ૧૯૪૦માંતેઓ નારાયણ સ્વરૂપદાસ સ્વામી બન્યા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશસેવા, સાધુતા અને લોકોનાકલ્યાણની નિ:સ્વાર્થ ભાવનાથી તેઓ સૌનાપ્રિય બન્યા. સન ૧૯૫૦માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસના પ્રમુખ બન્યા, ત્યારથી તેઓ પ્રમુખસ્વામીમહારાજના પ્રિય નામથી લોકલાડીલા બન્યા.

પ્રમુખસ્વામી મહારાજએક એવા પરર્માથી સંત હતા,જેમણે નિ:સ્વાર્થ ભાવે અનેક કષ્ટોવેઠીને ૧૮,૦૦૦થી વધુ ગામડાં-નગરોમાં જીવનભર ઘૂમી,સાત લાખ જેટલા પત્રો લખીને અનેકનેજીવનનો સાચો રાહ ચીંધ્યો હતો. તેઓએ રચેલાં ૧,૩૦૦થી વધુ મંદિરો સત્સંગ, સેવા અને આધ્યાત્મિક મૂલ્યોનાંઊર્જા કેન્દ્ર તરીકે લાખોને પવિત્ર પ્રેરણા આપે છે. દિલ્હી અને ગાંધીનગરમાં રચેલાં સાંસ્કૃતિક પરિસર અક્ષરધામ લાખો લોકોનાં હૈયે ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવે છે. ગાંધીનગર અક્ષરધામ ની મુલાકાતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન આવેલા. અક્ષરધામની મુલાકાત બાદ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને સ્વામીએ તેમને માળા ભેટમાં આપી. પ્રમુખસ્વામી મહારાજ સાથેની મુલાકાત બાદ તેઓએ સાહજિક કહેલું કે, પ્રમુખસ્વામી મહારાજની આંખો મને શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજમાં એક એવી વ્યક્તિ મેં જોઈ છે કે જે રાગ-દ્વેષી પર છે.  જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ માટે કહે છે કે, પ્રમુખસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા અને સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે. મને તેમનામાંથી ઊંડી પ્રેરણા મળી છે.

પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે, જો તમે તમારા બાળકોને સંસ્કાર નહી આપો તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વખત આવશે. આી જ તેઓ એ દેશ-વિદેશમાં કુલ ૯,૫૦૦થી વધુ બાળ-યુવા કેન્દ્રો અને ૯,૦૦૦થી વધુ પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રો સ્થાપીને સૌનાં જીવનમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન કરી, હજારો યુવાનોને રચનાત્મક માર્ગે વાળ્યા છે. યુનોથી લઈને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, કેનેડા અને બ્રિટિશ પાર્લામેન્ટ પર્યત ઠેર ઠેર પ્રમુખસ્વામી મહારાજને બિરદાવી અનેક શહેરો એકથી ટુ ધી સીટીના બહુમાનો આપેલા છે. વિશ્વમાં હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીર કાર્ય પ્રમુખસ્વામીમહારાજે કરેલું. તેમના કાર્યોથી પ્રભાવિત થઇ પરર્માથ નિકેતન આશ્રમના અધ્યક્ષ પૂજ્ય ચિદાનંદ સરસ્વતી કહે છે કે, ભારતની પાસે હિમાલય જેવી ઉંચાઈવાળા, ગંગા જેવી પવિત્રતા વાળા સંત પ્રમુખ સ્વામી મહારાજ છે જે આ દેશની વિરાસત છે. એટલા માટે આ દેશ મહાન છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ પ્રમુખસ્વામીમહારાજને ઘણી વખત મળ્યા છે અને તેઓથી પ્રભાવિત થઇ તેમણે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે જેમાં તેઓ લખે છે કે, મારા પરના પ્રમુખસ્વામીજીના પ્રભાવનો સરવાળો હું કેવી રીતે માંડી શકું? સાચા અર્થમાં એમણે મારું પરિવર્તન કરી નાખ્યું છે. તેઓ મારા જીવનના આધ્યાત્મિક આરોહણની સૌથી ઊંચી અને અંતિમ મંજિલ છે.  એવા વિરલ સંતવિભૂતિપરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજથી ચાર વર્ષ પૂર્વે જયારે સારંગપુરમાં ધામ ગમન થયા ત્યારે સારંગપુર જેવા નાના ગામમાં ૭૨ કલાકમાં ૨૧ લાખ લોકોએ જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન કરી તેમના ચરણે કૃતજ્ઞતા અને લાગણીપૂર્વક શ્રદ્ધાંજલિઓ આપી હતી. પ્રમુખસ્વામી મહારાજનું એક અનુપમ પ્રદાન એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામ થી મહારાજ ની ભેટ. જેમનું  દીક્ષિત નામ છે-સાધુ કેશવજી વનદાસજી.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્વયં અક્ષર અમૃત હતા. અક્ષર ક્યારેય ક્ષર નથી બનતા અને અમૃતનું ક્યારેય મૃત્યુ નથી હોતું. એટલે એ અમૃતનાઅમરત્વની ગાથા સદાય અમર રહેશે, યુગો સુધી, સમયની પણ પેલે પાર સુધી…એટલે જ પ્રમુખસ્વામી મહારાજની એવી અનંત ગાથા આજેય એવી ને એવી જીવંત પ્રતીત થાય છે. તેમની પ્રતિકૃતિ સમાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના ખોળિયે પ્રમુખ સ્વામી મહારાજની એવી ને એવી પ્રતીતિ અનુભવાય છે. આજે તારીખ ૧૭ ઓગસ્ટના દિને, પ્રમુખ સ્વામી મહારાજનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયાની કાલાતીત ક્ષણને ચાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એમના ચરણોમાં કોટિ કોટિ વંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.