Abtak Media Google News

૩૦ જુન – વિશ્વ સોશિયલ મીડિયા દિવસ

ગોપીનાથજી મહિલા કોલેજના મનોવિજ્ઞાનના અધ્યાપક રીટા લોદરીયાના તારણો અને સંશોધનો

વિશ્વભરમાં આજે ૩૦મી જુનને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૨૦૧૦થી સોશિયલ મીડિયા ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી .મેશેબલ સંસ્કૃતિએ વૈશ્વિક સંચાર પર સામાજિક મીડિયાના પ્રભાવને ઓળખવા માટે આ દિવસની ઉજવણી કરી હતી. આજે ૩૦ જુન ૨૦૨૦ અગિયારમી વાર્ષિક સત્તાવાર વૈશ્વિક ઉજવણી કરે છે ત્યારે તેની સાચી રીતે ઉજવણી થાય એ અતિ મહત્વનું છે. આજે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ઘણી માનસિક અને શારીરિક ફરિયાદોનું પ્રમાણ વધતું જોવા મળે છે. જેમાં ચીડિયાપણું, અનિંદ્રા , ભૂખ ન લાગવી, હતાશા, અકારણ ચિંતા અને ભય અને માથાનો દુ:ખાવો, ગરદન અને કમરના દુ:ખાવા તેમજ હાથ-પગ અને આંખોના દુ:ખાવાનું પ્રમાણ વધ્યું છે. આજે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે ૬૦% કિશોરોની મનોદશા, હતાશા અને આત્મહત્યાના વિચારોથી પીડાય છે અને ૪૦ % યુવાનો અનિંદ્રાની બીમારીથી પીડાય છે.

આ અંગે ગોપીનાથજી મહિલા કોલેજના અધ્યાપક ડો.રીટાબેન લોદરીયાના જણાવે છે કે આજે વિશ્વના યુવાનોમાં હતાશા, અનિંદ્રા અને શિથિલ મનોદશા જોવા મળી રહી છે અને વધુ પડતા સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ્સના ઉપયોગના કારણે યુવાનોના સ્વભાવ અને વર્તનમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાને લીધે વિદ્યાર્થીઓનુ પરિણામ પણ નબળું આવતું જોવા મળે છે. તેની સાથે-સાથે આજના યુવાનોમાં ચીડિયાપણું, નીરસતા, સ્વ-ઈજા, ગુસ્સાના પ્રમાણમાં વધારો, અંધાળા અનુકરણની ઘેલછા, મનની એકાગ્રતાનો અભાવ, સમાયોજનના પ્રશ્નો, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિનો અભાવ, સામાજિક સંબંધો સાચવવાની સમસ્યાઓ, ચિંતા, તણાવ, હતાશા, અનિંદ્રા અને ક્યારેક અકારણ ચિંતા અને ભય તો ક્યારેક સોશિયલ મીડિયા પર હશસય કે ભજ્ઞળળયક્ષિં ના મળતા આત્મહત્યાના વિચારો જેવી ગંભીર માનસિક બીમારીઓ આજના યુવાનોમાં જોવા મળી રહી છે.

આજે સ્માર્ટફોન, ટેબ્લેટસ કે લેપટોપ સામે ગરદન ઢાળીને કે કમરવાળીને એકધારૂ જોતા રહેતા કે હાથમાં લઈને બેસનાર કિશોરો, બાળકો કે અન્ય લોકોમાં જે સમસ્યા ઉદભવે છે તેને ડોક્ટર અને મનોવૈજ્ઞાનિકો ટેક્સ્ટ નેક સમસ્યા તરીકે ઓળખાવે છે. કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે તો તેનું એક કારણ એ છે કે તે વ્યક્તિ એકલતા અનુભવે છે અને વ્યક્તિ પોતાની એકલતા દુર કરવા અને અમુક પ્રકારની લાગણી અને પ્રેમ મેળવવા લાંબા સમય સુધી ઓનલાઈન રહે છે અને એક પ્રકારની શાંતિ મેળવે છે. ઘણીવાર  સોશિયલ મીડિયાના આ ખતરનાક વ્યસનને લીધે પણ આ બીમારી વધતી જોવા મળે છે.

કોરોનાની વૈશ્વિક મહામારીને લીધે આજે પુરા વિશ્વમાં ઓનલાઈન શિક્ષણ તરફ વધુ ભાર આપવાને લીધે અનેક શાળાકોલેજ અને ખાનગી ટ્યુશન કલાસીસમાં ઓનલાઈન શિક્ષણકાર્ય અપાઇ રહ્યું છે ત્યારે આ માયોપિયા નામની સમસ્યા બાળકો અને કિશોરોમાં જોવા મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે  માયોપિયા નામની સમસ્યા ૩૩% બાળકો અને કિશોરોમાં જોવા મળી છે એટલે કે પુરા વિશ્વમાં ૨૫૮૪ કેસ આ મ્યોપિયા નામની સમસ્યાના જોવા મળેલ છે અને ૨૦૫૦ સુધીમાં આ આંકડો વધીને ૫૨% એટલે કે પુરા વિશ્વમાં ૪૯૪૯ મિલિયન બાળકોમાં આ સમસ્યા જોવા મળશે. હાલ ૨૦૨૦માં અમેરિકામાં ૩૦ મિલિયન બાળક-કિશોરો આ સમસ્યાનો ભોગ બન્યા છે. આ સમસ્યાના લક્ષણોમાં ખાસ કરીને આંખો સુકાઈ જવી, આંખોમાં પાણી આવાવા, આંખો સોજી જવી, આંખો લાલ થઇ જવી, આંખોમાં તણાવ ઉત્પન્ન થવો. દિલ્લીના નામાંકિત આંખના સ્પેશાલીસ્ટ ડો.સંજય ચૌધરીનું મંતવ્ય છે કે આ સમસ્યામાં નજીકની ચીજવસ્તુ  કે વ્યક્તિ તો બરાબર દેખાય છે પરંતુ દૂરની ચીજવસ્તુ કે વ્યક્તિ બરાબર સાફ દેખાતી નથી અને જો કોઈ ચીજ્વસ્તુ કે વ્યક્તિ ૨ થી ૬ મીટર દુર હોય તો તે પણ બરાબર સાફ દેખાતી નથી અને દરેક ચીજવસ્તુ કે વ્યક્તિ ઝાંખી અને ઘુન્ઘલી દેખાય છે.

જયારે કોઈ બાળક કે કિશોર ૪-૫ કલાકથી વધુ સમય સુધી મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે ત્યારે આ નકારાત્મક સમસ્યા ઉત્પન્ન થાય છે. જયારે બાળક કે કિશોર ઓનલાઈન શિક્ષણ પૂર્ણ ક્રિયા બાદ થાકનો અનુભવ કરે છે ત્યારે તે બાળક કે કિશોર પોતાનું માઈન્ડફ્રેશ કરવા માટે મોબાઇલમાં કે લેપટોપમાં ગેમ રમવી, ફિલ્મ જોવું, ગીત સાંભળવા જેવી પ્રવૃત્તિ કરે છે એટલે કે બાળક કે કિશોરનો મોબાઇલ-લેપટોપની સ્ક્રીન પર જોવાનો સમયગાળો ૭ થી ૮ કલાકનો થઈ જાય છે અને આમ આ રીતે સોશીયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ દરેક વ્યકિત કે બાળકમાં હાનીકારક કે નકારાત્મક અસર ઉત્પન કરે છે.

માયોપીયા પર નિયંત્રણ રાખવા માટે બાળકોનો મોબાઇલમાં કે લેપટોપમાં ગેમ રમવી વિડ્યો કે ફિલ્મ જોવા કે ગીત સાંભળવાના સમયનાં કલાકોમાં ઘટાડો કરો. ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ હોય તે દરમિયાન ૨૦ મિનીટ પછી ૨૦ સેક્ધડ આંખોને આરામ આપો. (આંખો  બંધ કરવી, આંખોમાં પાણી છંટવું ..વગરે). મોબાઇલ કે લેપટોપની સ્ક્રીન પર જયારે પણ બાળક જોવે ત્યારે આંખોના પલકારાની ક્રિયા ચાલુ રહે તેની કાળજી રાખવી. મોબાઇલ કે લેપટોપની સ્ક્રીન પર જયારે પણ બાળક જોવે ત્યારે શક્ય હોય એટલુ મોબાઇલ કે લેપટોપની દુર બેસવાનો આગ્રહ રાખો બાળકોને આઉટ ડોર ગેમ રમવા  પ્રેરણા પૂરી પડવી.

આજે ૪૫% લોકો માત્ર મનોરંજનના સાધન તરીકે  સોશીયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે તે એ ભૂલી જાય છે કે આ સમય શૈક્ષણિક કારકિદી નિર્માણ કરવાનો છે. આ પ્રમાણ ખાસ કરીને ૧૫૨૫ વર્ષના છોકરાછોકરીઓમાં વધુ  જોવા મળે છે. આજે આ પ્રમાણ ભાવનગર જીલ્લામાં પણ ધીમે-ધીમે વધી રહ્યું  છે. દિન પ્રતિદિન વધતા જતા આ સોશિયલ મીડિયાના પ્રભાવની અસર પુરા વિશ્વ પર જોવા બાળકો અને યુવાનો પર જોવા મળે છે ત્યારે આ નકારાત્ક પ્રભાવને રોકવા તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે.

માતા-પિતા અને શિક્ષકોની ભૂમિકામાં સોશિયલ મીડિયા ધીમા ઝેર સમાન છે ત્યારે માતા-પિતા અને તેના શિક્ષકોએ યુવાનો સાથે ખુલ્લાં મને દરેક વાત કરવી જોઈએ અને માતા-પિતા તેમજ શિક્ષકે તેના ખાસ મિત્ર બનીને તેની વાત કે વિચારોને સંભાળવા તેમજ સમજવા પ્રયત્ન કરવો જોઈએ, જો વધુ સમય સુધી કોઈપણ યુવાન કે બાળક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો તેને અટકાવવો જોઈએ. જો તેને રોકવામાં ન આવે તો લાંબાગાળે શારીરિક-માનસિક સ્વાસ્થયના પ્રશ્નો પણ ઉભા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.