Abtak Media Google News

આજે પણ દેશનાં ૨૫ ટકા લોકો નિરક્ષર છે, છેલ્લા દશકામાં તેમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે ક્ધયા કેળવણી ઉપર ભાર મુકવો જરૂરી

બંધારણની જોગવાઇ મુજબ ૬થી ૧૪ વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ સુવિધા છે, છતાં આજે કેટલાક મા બાપો તેના સંતાનોને શાળાએ ભણવા મોકલતા નથી

આજે ૮મી સપ્ટેમ્બર ‘વિશ્વ સાક્ષરતા દિવસ’ વિશ્ર્વભરમાં આ ઉજવણી આજે થઇ રહી છે. યુનેસ્કો દ્વારા ૧૯૬૬થી આ દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતું દેશના નાગરિકો સાક્ષરતાનું મહત્વ સમજે અને દરેક શિક્ષણ મેળવતા થાય તો જ દેશનો વિકાસ થાય માટે સાક્ષરતા અભિયાન મિશન કે આ બાબતની જનજાગૃતિ જરૂરી છે.

વિશ્વના કોઇપણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આંક ઉપરથી નકકી કરી શકાય છે. આપણાં દેશમાં આજે પણ અંદાજે ૨૫ ટકા જેવા લોકો નિરક્ષર કે અભણ છે. વિશ્વમાં સારા સમાજની રચના, શ્રેષ્ઠનાગરીક ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે. વૈશ્વિક સ્તરે વિકાસ શીલ દેશોનો અભ્યાસ જોઇએ તો તેના વિકાસમાં સાક્ષરતા નો ફાળો વિશેષ છે. આજની નો લેજની ૨૧મી સદીમાં જ્ઞાન એજ પૈસો છે. દરેક નાગરીકે તેના મહત્વને સમજવું જરૂરી છે. જો કે છેલ્લા ૧૦ વર્ષમાં તેમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. પણ હજી પણ ઘણા લોકો તેના સંતાનોને બાળ મજુરી કરીને પૈસા રળે છે પણ નિશાળે મોકલતા નથી.

આપણે સાક્ષરતા મિશન ચલાવીએ છીએ તેનો અર્થ એ છે કે નાગરીક લખતો-વાંચતો ને ગણતો કે સમજતો થાય. મનુષ્યના વિકાસમાં અને તેની પોતાની ક્ષમતાનો વિકાસ કરવા પ્રાથમિક આવશ્યકતા છે. દરેક દેશોમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર ભાર મુકવામાં આવે છે. આજે આઝાદી પછીના આપણા વિકાસ તરફ જોઇએ તો હજીપણ અંદાજે ૨૫% જેવી વસ્તીએ શિક્ષણ મેળવ્યું જ નથી. આજે પણ સહીને બદલે અંગુડાની છાપ જ લગાવે છે. આપણાં ગુજરાતમાં ક્ધયા કેળવણીને પ્રોત્સાહન મળતા નહિવત સુધારો જોવા મળ્યો છે. પણ હજી લાંબી મજલ કાપવાની છે.

9618082Fe51Ff7192E34807619F06096

સાક્ષરતા અભિયાન આડે ધણી બધી અડચણોમાં વસ્તી વધારો ગરીબી બેકારી અમુક રૂઢિગત ખ્યાલો જેવી વિવિધ બાબતો છે. આપણે સૌએ સાથે મળીને એક સાક્ષીર, એક નિરક્ષરને લખતો, વાંચતો, અને ગણતો કરે એજ આજના દિવસનો સંકલ્પ હોય શકે છે. પ્રોઢવર્ગો, રાત્રી વર્ગો જેવા વિવિધ પ્રોજેકટોને સઘન રૂપે ચલાવીને આપણે ૧૦૦% લક્ષ્યાંક સિધ્ધ કરવો જ પડશે.

પમી ૧૯૮૮થી આપણે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ચલાવીએ છીએ જેમાં સંપૂર્ણ સાક્ષર, અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કેન્દ્રો સાક્ષરતા તરફ દોટ મૂકી છે. ને આજે પણ ચાલુ છે. કન્યા કેળવણી બાબતે ઘણી ઉદાસીનતા મા-બાપોમાં જોવા મળે છે. શાળામાં અધ વચ્ચે શાળા છોડી જનારનો હોય આઉટ રેશીયો પણ બાધા રૂપ છે. દેશનો નાગરિક ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ પુરુ કરે તે આપણી પ્રાથમિક જરૂરીયાત છે. સંપૂર્ણ નિરક્ષ હતા નાબુદી માટે સૌએ સજજ બનીને કાર્યમાં જોડાયું જરૂરી છે.

સર્વેના આંકડામાં સાક્ષરતાનો દર છેલ્લા બે દશકાથી સતત ઉંચો આવે છે. હાલ તેનો દર ૭૪.૦૪ ટકા છે. સ્ત્રી સાક્ષરતા દરમાં ગુજરાતમાં ૭૨.૭ તો દેશમાં પણ ૬૮% આસપાસ જોવા મળે છે. ગુજરાતમાં પુરૂષ સાક્ષરતા દર પણ ૮૪% આસપાલ જોવા મળી રહ્યો છે. આ આંકડાગત્ વર્ષનાં છે. આપણી શિક્ષણ પ્રગતિ જ આપણને વિશ્વ ગુરૂ બનાવશે. આજે વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે દરેક ભારતીય નાગરિક સાક્ષરતા પ્રાપ્ત કરે એ જરૂરી છે. સાક્ષરતાનું મહત્વ દરેક વ્યકિત, સમુદાય તેમજ સમાજને સમજીવીને તેમાં જાગૃતિ લાવવી આવશ્યક છે. સાક્ષરતાનો વિકાસ થશે તો જ નાગરીકોનો કૌશલ્યો નો વિકાસ થશે.

આજે પ૩મો સાક્ષરતા દિવસ ઉજવીએ છીએ ત્યારે બિહાર-તેલંગાણા આ આંકમાં પાછળ છે. દેશમાં કેરણ સૌથી ટોપ ઉપર તો લક્ષદીપ, મિઝોરમ, ત્રિપુરા, ગોવાનો કમ આવે છે. આપણાં દેશમાં સર્વે શિક્ષા અભિયાન અને સાક્ષરભારત દ્વારા આ દિશામાં લેવાયેલા પગલાને કારણે દેશની પોણાભાગથી વધારે સાક્ષર છે, જે આઝાદી વખતે માત્ર ૧૮ ટકા હતો. સ્ત્રીઓમાં ઓછસ સાક્ષરતા પાછળ વસ્તી વધારોઅને કોટુંબિક અયોજન વિશે જાણકારીનો અભાવ જોવા મળે છે.

યુનેસ્કોના ગ્લોબલ રીપોર્ટના ગત વર્ષના આંકડામાં ભારત ૨૦૫૦ સુધીમાં પ્રાથમિક શિક્ષણ, ૨૦૬૦ સુધીમાં માધ્યમિક શિક્ષણ અને ૨૦૮૫ સુધીમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વૈશ્વિક લક્ષ્ય પ્રાપ્ત કરવા સમર્થ બનશે. જોકે આપણે વર્તમાન સાક્ષર દરની સ્વતંત્ર આહારણ કરીએ તો પરિસ્થિતિ સારી છે, આપણે કદાચ વહેલો પણ લક્ષ્યાંક હાંસિલ કરી શકીએ.

ભારત પાસે ખુબ મોટા પ્રમાણમાં માનવ સંપદા છે જો તેને શિક્ષિત અને સાક્ષર કરવામાં આવે તો આગામી દશકામાં આપી દુનિયા ઉપર આપણો પ્રભાવ રહેશે. શિક્ષણ અને સાક્ષરતા વગર કોઇ દેશ આગળ જ ન આવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.