Abtak Media Google News

દેશના ગૃહમંત્રી અને બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષને જન્મદિવસ નિમિતે તમામ નેતાનઓએ અભિનંદન પાઠવ્યા

આધુનિક ભારતના ચાણકય તરીકે જાણીતા દેશના ગૃહમંત્રી અને બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. તેઓને દેશના તમામ બીજેપી નેતાઓએ ટવીટ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

‘શાહ’ ચૂંટણી વ્યવસ્થાની ક્ષમતા ધરાવતા હોવાથી તેઓને ‘ચાણકય’નું ઉપનામ મળ્યું છે.

પી.એમ. મોદી સાથે મળીને શાહે કેન્દ્રમાં બ વખત બીજેપીની પૂર્ણ બહુમતથી સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓની અઘ્યક્ષતામાં બીજેપીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઇતિહાસ  રચીને ૩૦૦ થી વધુ સીટો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેઓને કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુંબઇમાં એક વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહ ગુજરાતના રહીશ પરિવાર સાથે નાતો ધરાવે છે. તેમણે મહેસાણાથી ભણવાની શરૂઆત કરી હતી. અને બાયોકેમીસ્ટ્રીમાં બી.એસ.સી. કર્યુ છે. ત્યારબાદ તેઓએ પોતાના િ૫તાનો વ્યાપાર સંભાળી લીધો હતો. રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ મનસામાં પ્લાસ્ટીકના પાઇપનો પારિવારીક વ્યાપાર સંભાળતા હતા તેઓ ઘણી નાની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ સાથે જોડાઇ ગયા હતા. ૧૯૮૨માં તેઓના કોલેજ કાળ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ હતી. ૧૯૮૩માં તેઓ અખિલ ભારતીય વિઘાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને આ રીતે તેઓએ રાજનીતિમાં રસ લીધો હતો. ૧૯૯૭માં ગુજરાત વિધાનસભા ચુંટણી  દ્વારા તેઓએ રાજનીતીની શરુઆત કરી હતી.

આ તકે પી.એમ. નરેન્દ્ર મોદીએ તેઓની અભિનંદન આપણા જણાવ્યું હતું કે, આપણો દેશ ની પ્રગતિમાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન છે. અમિત શાહેને દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, નાણામંત્રી, રક્ષામંત્રી સહીત તમામ દિગ્ગજ નેતાઓએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.