Abtak Media Google News

સૌરાષ્ટ્રનાં પ્રથમ હરોળનાં ધારાશાસ્ત્રી અને લોકપ્રશ્ર્ને સદા સજાગ રહેલા નેતા સ્વ.ચિમનભાઈ શુકલનાં સ્મરણો આજે પણ લોક હૃદયમાં વસેલા છે

ગુજરાત ભાજપનાં વરિષ્ઠ અગ્રણી, સાંસદીય બોર્ડ અને ગુજરાત ભાજપનાં પ્રદેશ કારોબારીનાં વર્ષો સુધી સભ્ય રહેલા તેમજ ગુજરાતમાં જનસંઘ ૧૯૫૧ અને ભાજપનાં સ્થાપકો ૧૯૮૦ પૈકીનાં એક તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક અને સૌરાષ્ટ્રનાં પ્રથમ હરોળનાં ધારાશાસ્ત્રી અને રાજકિય પથદર્શક સ્વ.ચિમનભાઈ શુકલની આજે ૧૨મી પુણ્યતિથિ છે.  સૌરાષ્ટ્રનાં પ્રથમ હરોળનાં ધારાશાસ્ત્રી અને લોકપ્રશ્ર્ને સદા સજાગ રહેલા નેતા સ્વ.ચિમનભાઈ શુકલનાં સ્મરણો આજે પણ લોક હૃદયમાં વસેલા છે.

ગુજરાત વિધાનસભામાં ૧૯૬૭માં ભારતીય જનસંઘનાં સૌપ્રથમ ધારાસભ્ય તરીકે એક માત્ર સ્વ.ચિમનભાઈ શુકલ હતા. રાજકોટનાં જનસંઘ ઘટકનાં  જનતા પાર્ટીનાં પ્રથમ સાંસદ તરીકે ૧૯૭૭ની પેટાચુંટણીમાં સ્વ.ચિમનભાઈ શુકલ ચુંટાયેલા હતા. તેમજ રાજકોટનાં અગ્રણી તરીકે ભાજપનાં રાજયસભાનાં પ્રથમ સંસદ સભ્ય વર્ષ ૧૯૯૩ થી ૧૯૯૯ સુધી સ્વ.ચિમનભાઈ શુકલ રહેલ હતા. આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાની રચના બાદ પ્રથમ ચુંટણી ૧૯૭૫માં યોજાઈ હતી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે સ્વ.ચિમનભાઈ શુકલ ચુંટાયા હતા.

અનેક લોક લડતનાં સેનાની એવા સ્વ.ચિમનભાઈ શુકલ અનેક લડતો લડી જેમાં ૧૯૫૧માં સૌરાષ્ટ્રમાં વેચાણ વેરાનાં આંદોલન, ૧૯૬૬માં ગૌવધનાં વિરોધમાં સાંસદનો ઘેરાવ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ૧૯૬૬નાં દિલ્હી સાંસદનાં ઘેરાવ કાર્યક્રમમાં પણ તેઓએ લડત આપી હતી. આ ઉપરાંત ૯ એપ્રિલ ૧૯૬૮નાં રોજ કચ્છ સત્યાગ્રહ મામલે ભારતીય જનસંઘનાં અટલ બિહારી બાજપાઈ અને સમાજવાદી નેતા જયોર્જ ફડાન્ડીસનાં નેતૃત્વમાં સત્યાગ્રહનાં કાર્યક્રમમાં ગુજરાતમાંથી સ્વ.ચીમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, સ્વ.વસંત ગજેન્દ્ર ગડકર, સુર્યકાન્ત આચાર્ય સહિતનાં અગ્રણીઓ જોડાયા હતા ત્યારબાદ ૧૯૫૪માં દિવ મુકિત સંગ્રામમાં પણ સ્વ.ચિમનભાઈ શુકલે લડત લડેલી હતી.

૧૯૭૫માં લડાયેલી કટોકટીમાં ૧૯૭૬નાં માર્ચથી ૧૧ માસ ‘મીસા’નાં કાયદા હેઠળ જેલયાત્રા પણ તેઓએ ભોગવી હતી. રાજકોટમાં ૧૯૭૩-૭૪માં પીવાના પાણી માટે જે આંદોલન થયું હતું તેના ફળશ્રુતિનાં ભાગરૂ પે ભાદર ડેમમાંથી રાજકોટ શહેરને પાણી આપવાનો અને તાત્કાલિક પાઈપલાઈન નાખવી પડે તે પ્રમાણેનું તેઓએ જલદ આંદોલનમાં નેતૃત્વ પણ પુરુ પાડયું હતું. ૧૯૮૧માં રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૫૧ બેઠકોમાંથી ૨૬ બેઠક ભાજપની હતી અને કોંગ્રેસની ૨૫ બેઠક હતી. ભાજપનાં કોર્પોરેટર સ્વ.મગનભાઈ સોનપાલની ઉપર અયોગ્ય દબાણ લાવીને કોંગ્રેસે ભાજપમાંથી રાજીનામું અપાવેલ ઘટનાનાં વિરોધમાં સ્વ.ચિમનભાઈ શુકલએ રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ૧૯૮૧નાં ઓગસ્ટ માસમાં ૨૧ દિવસનાં ઉપવાસ પણ કરેલ હતા તેના ભાગરૂ પે સ્વ.મગનભાઈ સોનપાલને રાજીનામું આપવાની ફરજ પડેલ હતી.

૧૯૮૦ પછીના સમયમાં કાયદો અને વ્યવસ્થાની ફરિયાદોને ધ્યાને લઈને ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં ગુંડાગીરી નાબુદી સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન જાહેર સભાઓ સહિત જનજાગરણનાં અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને આવા જોખમી આંદોલન પણ સ્વ.ચિમનભાઈ શુકલએ કરેલા હતા અને સૌથી મોટી વાત અયોઘ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે ૩૦ ઓકટોબર ૧૯૯૦ અને ૬ ડિસેમ્બર ૧૯૯૨ બે કાળાવાસમાં સૌરાષ્ટ્રનાં કાર્યકર્તાઓનું નેતૃત્વ સ્વ.ચિમનભાઈ શુકલએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.