Abtak Media Google News

ચેતવણી સાથે વ્યસન મૂકિત ટોલ ફ્રી નંબર દર્શાવવા પડશે

તમાકુ સિગરેટનું વ્યસન રોકવા તેના પેકીંગ ઉપર કેન્સર અથવા સડેલા મોના ફોટા દર્શાવવા આવતા હોય છે.જેની સાઈડલાઈનમાં ફેરફારો કરવામાં આવશે સોમવારે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે, ટોબેકો ઉત્પાદન પર પિકટોરીયલ વોર્નિંગની શૈલી બદલાવામાં આવશે ૧ લી સપ્ટેમ્બરથી સિગરેટ તમાકુના પેકીંગ પર તમાકુથી કેન્સર થાય છે.

તમાકુ દર્દનાક મોત આપે છે ! એમ લાલ બ્રેક ગ્રાઉન્ડ સાથે સફેદ અક્ષરોમાં લેખીત દર્શાવવું પડશે.તેમજ પેકીંગ પર તમાકુ મૂકિત માટેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૨૩૫૬ પણ ચેતવણીના ભાગરૂપે ફરજીયાત બતાવવા પડશે જેને કવીટલાઈન નામ આપવામાં આવ્યું છે.

આ ટોલ ફ્રી નંબર ઓનલાઈન કોલ અસિસ્ટન્ટની સુવિધા આપે છે. જે લોકો તમાકુ છોડવા માંગે છે. તેના માટે આ હેલ્પલાઈન નંબર જરૂરી બનશે. તમાકુ પ્રોડકટથી થતા નુકશાનોથી લોકોને શિક્ષીતકરવા આ લાઈડલાઈન જાહેર કરવામાં આવી જેની અમલવારી ૧ લી સપ્ટેમ્બરથી ફરજીયાત કરવામાં આવે.

નેશનલ કાઉન્સીલ ઈકોનોમીક રિસર્ચના અભ્યાસ મુજબ ૪૬ ટકા શિક્ષીત લોકો ધ્રુમપાન કરે છે. જયારે ૧૬ ટકા વિદ્યાર્થીઓ કોલેજ દરમ્યાન સિગરેટ તમાકુના બંધાણી બને છે. સરકારે ટોબેકો પ્રોડકટ પર દર્શાવવા બે વિવિધ તસ્વીરો બનાવી છે. મંત્રીએ જણાવ્યું હતુ કે, તમાકુ પ્રોડકટના મેન્યુફેકચર, આયાત કે નિકાસ અથવા પ્રોડકશન, સપ્લાયકર્તા તમામને ખાતરી હોવી જોઈએ કે પ્રોડકટ ઉપર હેલ્થ વોર્નીંગ દર્શાવવામાં આવી છે. તમાકુ સિગરેટના બોકસની ૮૫ ટકા જગ્યામાં વોર્નિંગ દર્શાવવી ફરજીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.