Abtak Media Google News

સારો ખોરાક, સારુ સ્વાસ્થ્ય એવુ કહેવાય છે કે સારુ સ્વાસ્થ્ય જાળવવા માટે સારુ ભોજન લેવુ જરૂરી છે. સારુ ભોજન લેવાથી તમે ફિટ રહેશો, તમારુ બ્લડ સર્ક્યુલેશન વધશે. તમારા જીન્સના વિકાસ માટે પણ પૌષ્ટિક ભોજન મહત્વનું છે. આજે અમે તમને કેટલાક સુપરફૂડ અંગે જણાવવા જઈ રહ્યા છે જે લેવાથી તમે સદાય હુષ્ટપુષ્ટ રહેશો અને તમારા બાળકો માટે પણ આ ચીજો ફાયદાકારક પુરવાર થશે.

લસણ : લસણના ફાયદા તો ગણ્યા ગણાય નહિ એટલા છે. રોજ લસણની બે કળી ખાવાથી ઘણો લાભ થાય છે. તેમાં એલિસિન નામનુ તત્વ હોય છે જે બ્લડ સરક્યુલેશન વધારે છે. લસણને મધ સાથે ખાશો તો પણ તમને ઘણા ફાયદા થશે.

P18 Garlik

કેળુ : કેળુ ઉર્જાનો ઘણો સારો સ્રોત છે. તેમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલા છે જે શરીરને મજબૂત બનાવે છે. લાંબો સમય તેનુ સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે.

Banana3

ચણા : શેકેલા ચણા જો તમે યોગ્ય રીતે ચાવી ચાવીને ખાવ તો તેમાંથી ગજબની શક્તિ મળે છે. સૂકા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, ફાઈબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. પલાળેલા ચણા સાથે હૂંફાળુ દૂધ પીવાથી તમે હંમેશા સ્વસ્થ રહી શકશો.

Capture 62

ટમેટા : ટમેટાની પેસ્ટમાં મધ નાંખીને સવારે નાસ્તા પહેલા એક કલાક અગાઉ ખાઈ લો. આમ કરવાથી તમારા શરીરની નબળાઈ દૂર થશે. ટમેટુ ખાવાથી કેન્સરનો ખતરો પણ દૂર થઈ જશે.

Ghnw20160909 104739 007અખરોટ : અખરોટમાં સ્પર્મને મજબૂત બનાવવાનો ગુણ હોય છે. સ્પર્મમાં શુક્રાઓની સમસ્યા, શુક્રાણુઓનું આયુષ્ય, ગતિશીલતા અને તેની સ્પીડમાં વધારો કરે છે. તે યૌનશક્તિમાં નબળાઈ પણ દૂર કરે છે. તાકાત વધારવા માટે અખરોટનુ સેવન ઘણું ફાયદાકારક છે.

Ak

ઈંડુ : ઈંડાના પીળા હિસ્સામાં અનેક ગુણ હોય છે. તે પુરૂષો માટે ઘણુ મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને જિમમાં જઈને એબ્સ બનાવનારા પુરુષો માટે ઈંડા ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે જે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને દૂર કરે છે. કેટલાંય લોકો બોઈલ્ડ એગ્સ ખાય છે અને તેનો પીળો ભાગ નથી ખાતા. પરંતુ ઈંડાનો પીળો ભાગ ઘણો ફાયદાકારક હોય છે.

20140430 Peeling Eggs 10

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.