Abtak Media Google News

દિવસમાં જો સ્ફૂર્તિ જોતી હોય તો સૌ પ્રથમ સારી ઊંઘ કરવી તે ખૂબ મહત્વની હોય છે. ત્યારે ઘણીવાર કોઈ ચિંતાના કારણે કે માનસિક તણાવને કારણે ઊંઘ નથી આવતી હોતી. ત્યારે ખોટા અને સાવ ખરાબ વિચાર આવતા હોય છે. તો દિનચર્યાના થાકથી ક્યારેક ફટ દઈ મસ્ત ઊંઘ આવતી હોય છે. તો સવારે દરેક વ્યક્તિના ચેહરા પરથી તેને  સારી ઊંઘ થઈ છે કે નઇ તેની ખબર પડી જતી હોય છે. તો અનેક ડોક્ટરો પાસે જવા કરતાં ઘરે આ રીતે અજમાવો આ એક નુસખો સારી ઊંઘ કરો આ રીતથી અને દિવસને આનંદિત વિતાવો.

સામગ્રી:-

  • ૧૨ ચમચી દેશી મધ
  • ૧ ચમચી મીઠું
  • ૧ ચમચી તજનો ભૂકો

આ ત્રણેય વસ્તુને એક વાટકામાં લઈ તેને વ્યવસ્થિત ભેળવો.

ત્યારબાદ આટલું થયા પછી આ મિશ્રણને એક ડબ્બામાં ભરી લો અને દિવસભરમાં સવારે કે રાત્રે ૨ કલાક સૂતા પહેલા આ મિશ્રણની અડધી ચમચી લેતા જાવ. આ ત્રણેય વસ્તુ તમને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે અને સારી ઊંઘ લેવા માટે ખૂબ ઉપયોગી બનશે. સાથે દિવસપણ ખૂબ આનંદિત જશે કારણ સારી ઊંઘ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.