શાસ્ત્રોને જીવંત રાખવા યુવાનો ભરતનાટ્યમ તરફ વળ્યા

શિવ, કૃષ્ણ અને દુર્ગાની મુદ્રાઓથી ઉજાગર થતી ભારતીય સંસ્કૃતિ

નૃત્ય દ્વારા માનસિક તણાવ દૂર થાય છે અને શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે. ભરત નાટ્યમ નૃત્ય દ્વારા સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય છે

આપણી પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતું  નૃત્ય એટલે ભરતનાટ્યમ. દિવસેને દિવસે  ભરતનાટ્યમ પ્રત્યે  લોકોની રુચિ વધી રહી છે  ત્રણ વર્ષના બાળકોથી માંડી ૭૦ વર્ષના વૃધ્ધા સુધીની ઉમરના લોકો ભરતનાટ્યમ શીખી રહ્યા છે અને પોતાના શરીરને પણ તંદુરસ્ત રાખી રહ્યા છે  સાથે જ પ્રાચીન સંસ્કૃતિને  તેઓ માણી રહ્યા છે અને જીવંત પણ રાખી રહ્યા છે. નૃત્યના ફાયદાઓ અને હોય છે. નૃત્ય દ્વારા માનસિક તણાવ દૂર થાય છે અને શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે. ભરતનાટ્યમ નૃત્ય દ્વારા સંપૂર્ણ સર્વાંગીક વિકાસ થાય છે તેમજ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટેનું મનોબળ મજબૂત રહે છે. નૃત્યના આરંભમાં જ ગુરુજીના ચરણસ્પર્શ કરી નમસ્કાર કરવાની એક પરંપરા છે જેથી આપણા સંસ્કારનો વારસો પણ ખૂબ જ સારી રીતે જળવાઈ રહે છે. તમિલ ભાષા શીખવી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે નૃત્યમાં ઘણા બધા શબ્દોના ઉચ્ચારણ તમીલ અને સંસ્કૃત ભાષામાં આવે છે તેનું જ્ઞાન ભરતનાટ્યમ શીખતા તમામ લોકોને આપમેળે આવી જાય છે. ભરતનાટ્યમ નૃત્ય આઠ વર્ષ શીખવું ફરજિયાત બાદ જ તમે સ્ટેજ પર પરફોર્મ કરી શકો અને એ પણ સતત ત્રણ કલાક સુધી આ પરફોર્મ કરવાનું રહે છે જેને આરંગેત્રમ કહેવામાં આવે છે.

ગામડાના લોકો પણ ભરતનાટ્યમનું મહત્વ સમજી રહ્યા છે: ક્રિષ્ના હિંગરાજીયા

ક્રિષ્ના હિંગરાજીયાએ  અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાયાવદર ગામમાં હું ક્લાસ ચલાવું છું ગામડાના લોકોમાં ભરતનાટ્યમ પ્રત્યે રુચિ વધી રહી છે એ ખૂબ જ સારી બાબત છે. રાગ અને તાલ અતિ મહત્વના હોય છે ત્યારે લોકો મેં શરૂઆતમાં ખૂબ જ અઘરું લાગે છે પરંતુ બાદમાં પોતે પોતાની જાતે જ આ નૃત્યમા ઈંપ્રુમેન્ટ આવે છે. એકાગ્રતાથી બાળકો ખૂબ જ શીખે છે. ખાસ તો ગામડાના લોકો ઓનલાઇન માધ્યમથી ભરતનાટ્યમ શીખે છે તે ખૂબ જ સારી અને મોટી વાત કહી શકાય.

સમગ્ર ગુજરાતમાં આપણી સંસ્કૃતિ જીવંત રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે: જીજ્ઞેશ સુરાણી

છેલ્લા ૨૨ વર્ષથી ભરતનાટ્યમ અને નૃત્ય કલા સાથે સંકળાયેલ, તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ નૃત્ય એકેડમી સંચાલક  જીગ્નેશ સુરાણીએ  અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરતનાટ્યમ માં યોગ, કલા અને ધર્મનું શાસ્ત્ર જોડાયેલું છે. આ એક ત્રિવેણી સંગમ છે. ભુજ છ વર્ષનો હતો ત્યારથી જ ભરતનાટ્યમમાં રુચિ લાગી અનેે સૌથી પહેલું ને શિવ તાંડવ નૃત્ય કરેલ. મારી પાસે અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ ની તાલીમ મેળવી ચૂક્યા છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૫૦ વિદ્યાર્થી ઓનલાઇન તાલીમ મેળવી રહ્યા છે. ભરતનાટ્યયમ આપણી પ્રાચીીન સંસ્કૃતિને જીવંત રાખે છે. આ નૃત્ય જે શીખે તેને હિન્દ ધર્મના શાસ્ત્ર આવડી જાય. ભરતનાટ્યમમાંં યોગની તમામ પ્રક્રિયાઓ આવી જાય છે, જેથી શરીર સંપૂર્ણ સ્વસ્થ રહે છે. ભારતમાં આઠ પ્રકારની નૃત્યશૈલી છે દક્ષિણ ભારતના મંદિરો માંથી આ નૃત્ય ની ઉત્પતિ થઈ છે. જ્યાં શબ્દ છે ત્યાં નૃત્ય છે ભાષાનું એક સરસ મજાનું માધ્યમ નૃત્ય દ્વારા રજૂ કરી શકાય છે અને તમારી વાત સમાજ સુધી પહોંચે કોઈપણ સ્થિતિ નૃત્ય દ્વારા અમે લોકોને સમજાવી શકીએ તે પ્રકારનું ભરતનાટ્યમ છે. આ નૃત્યમાં યોગના આસનો જોડાયેલા હોવાથી કોરોના સામે લડવા હ્યુમીનીટી સિસ્ટમ સક્રિય બને છે. ૭૦ વર્ષના વૃદ્ધ પણ મારા વિદ્યાર્થી છે અને ત્રણ વર્ષની બાળકી પણ મારી વિદ્યાર્થી છે ૭૦ વર્ષની ઉંમરમાં તે નૃત્ય અને ભક્તિ સમજીને દરરોજ અમારી જોડે જોડાઈ છે એક કસરત સમજીને તેઓ પોતાના શરીરને વ્યસ્ત રાખે છે અને તેમની બોડી માં પણ ખૂબ જ સારો ઇમ્પ્રૂવમેન્ટ આવે છે.

લોકડાઉનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી, ઓનલાઇન ૧૫૦ વિદ્યાર્થી ભરતનાટ્યમ શીખી રહ્યા છે: ક્રિષ્ના સુરાણી

ક્રિષ્ના સુરાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરતનાટ્યમ શીખતા તમામ લોકોને દિવસમાં ફરજિયાત ત્રણ થી પાંચ વખત સુધી ફ્રૂટ્સ ખાવાં જરૂરી છે તેમજ શાકભાજી નું જ્યુસ અને ફ્રુટ જ્યુસ ફ્રૂટ  પીવું ખૂબ જરૂરી છે. સુખડી ખાવાની અમે સલાહ આપીએ છીએ અને સાથે જ ડ્રાયફ્રુટ પણ એટલા જ જરૂરી છે. ભરતનાટ્યમ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે છે તો રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ નૃત્ય પ્રેમી જનતાને મારી વિનંતી છે કે ભરતનાટ્યમ તરફ વળે શરીરમાં તો ફાયદો થાય છે સાથે જ આપણી સંસ્કૃતિને પણ આનૃત્ય જીવંત રાખે છે હાલમાં જે પ્રકારે ભારત દેશ દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે તે જ પ્રમાણે આપણી સંસ્કૃતિ પણ સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં ખૂબ જ ફેલાવવી જોઇએ અને જીવંત રાખવી જોઈએ.

શોખને ઉંમર નથી હોતી, છેલ્લા શ્વાસ સુધી ભરતનાટ્યમ નૃત્ય કરતી રહીશ: મહેશ્વરીબેન અંતાણી (વિદ્યાર્થિની)

૬૧ વર્ષના મોરબીના રહેવાસી મહેશ્વરીબેન નાનપણથી જ ભરતનાટ્યમ કરી રહ્યા છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં મહેશ્વરીબેન જણાવે છે કે “ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન..”શીખવા માટે ની કોઇ ઉંમર નથી હોતી. જીવનની સમી સાંજે “નટરાજ”ના આશીર્વાદથી મને ભરતનાટ્યમ શીખવાનો અણમોલ અવસર મળી ગયો. ભરતનાટ્યમના કલાસ એટલે મારું પ્રેમાળ કુટુંબ. અખુટ પ્રેમ અને સ્નેહ નું પવિત્રબંધન.હું સૌથી મોટી છતા સૌની લાડકવાયી… ભારતીય સંસ્કૃતિ ના આગાધ જ્ઞાન નો દરિયો, મારા માં નવા ઉત્સાહનો સંચાર.. તબિયત ટનાટન… તપોવન ભૂમિ જેવા કલાસ અને પ્રોત્સાહન આપનારા શ્રી જીજ્ઞેશ સર અને શ્રી ક્રિષ્ના દીદી નો નિર્ભેળ અને અખૂટ પ્રેમ. મારા જીવન નો એક મજાનો ઉદેશ્યએ “મોજમજા”નો ઉદેશ્ય.

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં ભરત નાટ્યમની રૂચિ વધી: દીપિકા પરમાર

વિદ્યાર્થિની અને એક શિક્ષિકા એવા દીપિકા પરમાર એ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ભરતનાટ્યમ માં વિશારદ છું આ નૃત્યમાં ગુરુ-શિષ્યની પરંપરા જળવાઈ રહે છે હું મારા ગુરુ એવા જીગ્નેશ સુરાણી પાસે જ બધું શીખી છું અને હાલમાં જૂનાગઢ ખાતે હું તમામ રૂચિ ધરાવતા લોકોને ભરતનાટ્યમ શીખવી રહી છું. લોકડાઉન માં જ્યારે અમે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા ત્યારે શરૂઆતમાં ડિજીટલ સિસ્ટમ પ્રત્યે લોકોને મેચ થતા વાર લાગી પરંતુ બાદમાં ધીમે ધીમે રેગ્યુલર ક્લાસની જેમ જ ઓનલાઇન માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ ગયા અને હાલમાં ખૂબ જ સારી રીતે દરરોજ ભરતનાટ્યમ નૃત્ય શીખી રહ્યા છે. ભરતનાટ્યમ પ્રત્યે સૌરાષ્ટ્ર વિદ્યાર્થીઓની રુચિ વધી તે અમારા માટે ગૌરવની વાત કહેવાય કારણકે આપણી સંસ્કૃતિને જીવંત રાખવી ખૂબ જ જરૂરી છે જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ.

શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે માટે ભરતનાટ્યમ નૃત્ય કરૂ છું: જાગૃતિ મેહતા (વિદ્યાર્થિની)

૫૪ વર્ષના જાગૃતિ મેહતા હજુ પણ ભરત નાટ્યમ શીખી રહ્યા છે. જાગૃતિ મેહતાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મે ઘણી શાળાઓમાં નૃત્ય શિક્ષિકા તરીકે કામ કરેલ છે.જીગ્નેશભાઈ સુરાની કે જે નૃત્ય સંત્સ્થા – તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાંસ ચલાવે છે.હું તેમની સાથે ૧૦ વર્ષથી ભરતનાટ્યમ નૃત્યશૈલીમાં જોડાયેલ છું.મારી ઉંમર હાલ ૫૪ વર્ષ છે. સર હંમેશા કહે છે નૃત્ય છોડવું નહિ અને મારું મન હંમેશા નૃત્ય સાથે જ જોડાયેલું રહે છે. અત્યારે ઓનલાઈન ક્લાસ માં રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ છીએ પરંતુ કલાકાર માટે હંમેશા સ્ટેજ અને પ્રેક્ષકગણ જોઈએ તેનો ખાલીપો રહે છે.

કલાસિકલ નૃત્ય ખૂબ જ ગમે છે, મમ્મી ખુબજ સાથ આપે છે: કેશર માણિયાર (વિદ્યાર્થિની)

માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ ભરતનાટ્યમ પ્રત્યે રૂચિ ધરાવતી વિધાર્થિનીની કેશર મણીયાર અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે હું તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થામાં ભરતનાટ્યમ શીખી રહી છું. ભરતનાટ્યમ નૃત્ય મને ખૂબ જ ગમે છે મારા પરિવારના તમામ સભ્યો મને ખૂબ જ સાથ આપે છે અને મારી ઈચ્છા છે કે હું મોટી થઇ અને સર ની જેમ જ તમામને આ નૃત્ય શીખવાડું.જિગ્નેશ સર અને કૃષ્ણ દીદી, માત્ર એક વિદ્યાર્થી તરીકે જ બાળકને નૃત્ય નથી શીખવાડતા, પરંતુ તેઓ દરેક બાળકને તેમનામાંના શ્રેષ્ઠ વસ્તુ આપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ વ્યાવસાયિક દુનિયામાં તેમના જેવા ગુરુજીને મળવું મુશ્કેલ છે, અને તેના માટે હું આભારી છું!

Loading...