Abtak Media Google News

થ્રી ટાયર સિસ્ટમમાં શાળાની સાથે શિક્ષકોની પણ નોંધણી કરાવવી પડશે: ત્યારબાદ જ વિદ્યાર્થીઓને એડમીશન આપી શકાશે

ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ છેલ્લા ઘણા સમયથી શિક્ષણના ઘટતા જતા સ્તરને ઉંચુ લાવવા મથામણ કરી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય શિક્ષણનું સ્તર પણ ઉચ્ચ બને અને ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વના નિર્ણય પર વિચાર વિમર્શ કરાઈ રહ્યો છે. જેના પગલે હવે આગામી ટુંક સમયમાં સેક્ધડરી અને હાયર સેક્ધડરી સ્કુલોમાં ટુ ટાયરની જગ્યાએ થ્રી ટાયર સીસ્ટમની અમલવારી કરાય તેવી શકયતા છે.

આ થ્રી ટાયર સીસ્ટમમાં સૌ પ્રથમ એજયુકેશન ડીપાર્ટમેન્ટ પોર્ટલ ઉપર જે તે શાળાની નોંધણી અનિવાર્ય રહેશે ત્યારબાદ શાળાના શિક્ષકોએ પણ નોંધણી ફરજીયાત કરાવવી પડશે. અને આ બે સ્ટેપ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવવાનો રહેશે શાળા અને તેમાં ફરજ બજાવતા શિક્ષકોની નોંધણી બાદ જ વિદ્યાર્થીઓ પ્રવેશ માટેના ફોર્મ ભરી એડમીશન લઈ શકશે. આ થ્રી ટાયર સીસ્ટમ વર્ષે ૨૦૧૯ની બોર્ડની પરીક્ષાઓથી શરૂ કરાશે.

આ સીસ્ટમથી શાળામાં જે અનિયમિત અને માત્ર ચોપડે નોંધાયેલા શિક્ષકો છે તેની પર કંસજો કસાસે ઘણા એવા વિદ્યાર્થીઓ છે.કે જેઓએ શાળામાં નોંધણી કરાવેલી નથી શાળાએ આવતા નથી માત્ર પરીક્ષા જ આપે છે. આવા વિદ્યાર્થીઓ પર પણ અંકુશ લાગશે.

શિક્ષણ બોર્ડ સમક્ષ શાળાનું નામ, સરનામું, ઈન્ડેક્ષ નંબર, ધોરણ ૯ અને ૧૧માં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે. કેટલા શિક્ષકો છે એ તમામ માહિતી ફરજીયાત પણે આપવી પડશે.ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની સંખ્યાથી બોર્ડ એ જાણી શકશે કે હવે આગળના ધોરણ એટલે ૧૦ અને ૧૨માં કેટલા વિદ્યાર્થીઓ હશે? તેમાં કેટલા વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે.કે જેથક્ષ કરીને ગેરકાયદે એડમીશન અટકશે અને શિક્ષકોની નિયમિતતા અને ભણાવવાની પધ્ધતિ પણ જાણી શકાશે. આ ઉપરાંત, આ સીસ્ટમથી ખાનગી શાળામાં મનફાવે તેમ થતી શિક્ષકોની ભરતી પર રોક લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.