સોના ચાંદીના ઘરેણાંની સંભાળ લેવાના ઉપાયો

317
Jewellery
Jewellery

ભારતીય સંસ્કૃતિમાં દાગીનાનું ખુબજ મહત્વ છે. તહેવારો પૂરા થયા બાદ સોના ચાંદીના ઘરેણાંને ફરીથી મૂકી દેવામાં આવે છે, ઘણા લોકો પ્રસંગમાં ઘરેણાં પહેર્યા બાદ સોની પાસે ધોવડાવે છે, અને તેને સાચવવા માટે અનેક રીતો અપનાવે છે. આજે હું તમને એવીજ ટિપ્સ વિષે જણાવીશ જે તમારા દાગીનાને સાચવામાં ખુબજ મદદરૂપ બનશે.

આમ ઘરેલા કીમતી વસ્તુ છે માટે તેની વિશેષ સંભાળ જરૂરી બને છે, પણ ઘણી વખત ગેરજવાબદારીને કારણે દાગીના કાળા પડી જતાં હોય છે, તેને ખરાબ થતાં અટકાવવા માટે તેની સાથે ફટકડીનો ટુકડો રાખવાથી દાગીના સારા રહે છે, ચાંદી પેહેરવું તો ખુબજ ગમતું હોય છે પણ ઘણી વખત ખરાબ પરસેવાને કારણે ચાંદી કાળું પડી જતું હોય છે, જો તમે ચાંદીના દાગીનાના શોખીન હોય તો ચાંદી રાખવાના બોક્સમાં કપૂરનો ટુકડો રાખવાથી ચાંદી કાળૂ પડતું નથી.

જો તમે હાથી દાતની વસ્તુઓ જેમ કે ચૂડલા, માળા, બુટી, કે બ્રેસલેટ પીળા પડી ગયા હોય તો તેને કાચની બરણીમાં રાખી સૂર્યનો પ્રકાશ પડે તેમ કલાકો સુધી મૂકી રાખો આમ કરવાથી પીળાશ દૂર થશે, કોઈ પણ ચાંદીના નાના વાસણ કાળા પડી જાય તો તેને તમે ટુથ પાઉડરથી સાફ કરી શકો છો.

હીરાના દાગીના અને ડાયમંડ ઘરેનને ચમકાવવા માટે ટેલકમ અથવા ચોકના ભૂકાને ઘસવાથી આવા દાગીના ચમકી ઊઠે છે, આ ઉપરાંત ઇમિટેશન  જ્વેલેરીને નવા જેવીજ રાખવા માટે સ્ટીલની એર ટાઇટ બરણીમાં હળદરના ટુકડા સાથે રાખી દો , ઓકસોડાઇઝના દાગીનાને કોટનના રુમાં સાચવી રાખવાથી ટે એકડું નવા જેવા રહે છે.

Loading...