Abtak Media Google News

ચક્કવાતી વાવાઝોડું તિતલી આજે સવારે ઓરિસ્સાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ તટ પર 140થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાયું છે. તેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની પણ માહિતી મળી છે. ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. આ વાવાઝોડાંને અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પછી ઓરિસ્સા સરકારે પાંચ તટીય વિસ્તાર ખાલી કરાવી દીધા છે. બંને રાજ્યોમાં થઈને અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Advertisement

આ વાવાઝોડું 280 કિમી દૂર બંગાળની ખાડીમાંથી આવ્યું છે. તેની અસરથી 12 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ઉંચી લહેરો પણ આવી શકે છે. ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણીના ભાગ રૂપે બુધવારે સાંજે જ લાખો લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.