Abtak Media Google News

વિજેતા ઉમેદવારોને આગેવાનોએ પાઠવી શુભેચ્છા

ઉપલેટા સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી યોજાતા તેમાં જિલ્લા બેંકના ડિરેકટર તેમજ તાલુકા સંઘના પ્રમુખની પેનલના તમામ ૧૪ સભ્યો વિજેતા જાહેર થયા હતા.

સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં નવસોથી વધુ સભાસદ ધરાવતી મંડળીમાં ચૂંટણી યોજાતા ૫૬૬ સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવતા જિલ્લા સરકારી બેંકના ડિરેકટર હરીભાઈ ઠુંમર તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયાની આગેવાનીમાં પેનલના તમામ ૧૩ સભ્યો ચૂંટાયા હતા. એ અગાઉ સહકારી પેનલને એક બેઠક બીન હરીફ થવા પામી હતી. સહકાર પેનલના ઉમેદવારોમાં જિલ્લા બેંકના ડિરેકટર હરીભાઈ ઠુંમર તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, ઓધવજીભાઈ ગજેરા, રવજીભાઈ ગજેરા, વિઠલભાઈ વસોયા, ધરર્મેન્દ્રભાઈ મુરાણી, અરવિંદભાઈ ગજેરા, અશ્ર્વીનભાઈ સોજીત્રશ, ધર્મેન્દ્રભાઈ સોજીત્રા, જેન્તીભાઈ કપુપરા, ભારતીબેન ઢોલરીયા, સવિતાબેન સોજીત્રા, કિશોરભાઈ ડોબરીયા વિજેતા જાહેર કરાયા હતા. વિજેતા થયેલા તમામ ઉમેદવારોને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, જિલ્લા દુધ સંઘના પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, દુધ સંઘનાડિરેકટર ઈલાબેન સખીયા, શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા, કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, મંડળીના પ્રમુખ કિશનભાઈ વસોયા, સતિષભાઈ સોજીત્રા, સહિતના સહકારી આગેવાનોએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.