કચ્છના ભિમાસર પાસે પેસેન્જર ટ્રેનના ૮ પૈડા પાટા પરી ઉતરી ગયા

164

પાલનપુર-ગાંધીધામ પેસેન્જર ટ્રેનના તમામ મુસાફરો સુરક્ષિત

કચ્છના ભિમાસર પાસે પેસેન્જર ટ્રેનનો અકસ્માત થયો છે. પાલનપુર ગાંધીધામ પેસેન્જર ટ્રેનના ૮ વ્હીલ પાટા પરી ઉતરી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જો કે આ ટ્રેનના પેસેન્જરને કોઈ નુકશાન થયું નથી. તમામ પેસેન્જરો સુરક્ષીત છે.

કચ્છના ભિમાસર પાસે ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જો કે કોઈ જાનહાની થઈ નથી. કચ્છના ભિમાસર પાસે પાલનપુર-ગાંધીધામ પેસેન્જર ટ્રેનના ૮ વ્હીલ પાટા પરી ખડી પડતા તેમાં બેઠેલા પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહી ગઈ હતી. જો કે તેમાં બેઠેલા તમામ પેસેન્જરો સુરક્ષિત છે અને કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી પરંતુ પેસેન્જર ટ્રેન પાટા પરી ખડી પડતા અન્ય ૩ ટ્રેનને અસર થઈ છે. મળતી માહિતી મુજબ આ ‚રૂટ પરી આવતી જતી અન્ય પેસેન્જર ટ્રેનને અસર થતા તે ટ્રેનના સમય પત્રકમાં પણ ફેરફાર જોવા મળશે.

Loading...