Abtak Media Google News

જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવતા પંથકમાં ખનીજ ચોરી કરતા રેત માફીયાઓમાં ફફડાટ

હળવદ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા જિલ્લા ખાણ ખનીજ અને હળવદ પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવામાં આવી રહી છે ત્યારે ગત મોડી સાંજે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બે ટ્રક કપચી અને એક ટ્રક રેતી તેમજ આજે હળવદ પોલીસ દ્વારા તાલુકાના ચાડધ્રા ગામે ખનીજ ચોરી કરતા પાંચ ટ્રેકટર ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Img 20180623 Wa0130 1
મળતી માહિતી મુજબ ગત મોડી સાંજના અરસામાં જિલ્લા ખાણ ખનીજના અધિકારી યુ.કે.સિંઘ, એસ.જે. પટેલએ હળવદ નજીક ખનીજ ચોરી કરતા ટ્રક નં.જી.જે.૩૬.ટી. ૦૭૯પ, જી.જે.૩૬. ટી.૮૦૩૩, જી.જે.૧૩ ટી.૮૧ર૦ને ઝડપ્યા હતા. જેમાં બે ટ્રકમાં પપ ટન કપચી તેમજ એક ટ્રકમાં ૪૦ ટન રેતી સાથે  મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Img 20180623 Wa0128 1

જયારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ખનીજ ચોરી કરતા નંબર વગરના પાંચ ટ્રેકટરોને હળવદ પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલ પાંચેય ટ્રેકટર ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકાર્યો હતો. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર ધોંસ બોલાવતા પંથકમાં ખનીજ ચોરી કરતા રેત માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.