સુરેન્દ્રનગરમાં ભૂકંપના ત્રણ આંચકા

કચ્છના ભચાઉ અને રાપરમાં પણ ધરા ધ્રુજી

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના આંચકનો શીલશીલો યથાવત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર અને કચ્છના રાપર-ભચાઉમાં ૫ વાર ધરા ધ્રુજી હતી.

સિસમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે ૫:૩૭ કલાકે સુરેન્દ્રનગરથી ૨૧ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ ૬:૫૨ કલાકે સુરેન્દ્રનગરથી ૨૨ કિમી દૂર ૧.૯ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. રાતે ૧૦:૦૫ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૮ કિમી દૂર ૧.૩ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. તેની અડધી કલાક બાદ જ ૧૦:૪૧ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૮ કિમી દૂર ૨.૫ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો અને આજે વહેલી સવારે ૭:૦૧ વાગ્યે સુરેન્દ્રનગરથી ૩૪ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો.

વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થાય નથી.

Loading...