Abtak Media Google News

વઢવાણ તાલુકાના ભોગાવો નદીમાં પુષ્કળ પ્રમાણમાં રેતી-પથ્થર આવેલ હોય. તેની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો મળી આવેલ છે. તેથી વઢવાણ ભોગાવો નદી વિસ્તારમાં વસ્તડી, ભોગાવો નદી વિસ્તાર, વડોદ, નાના કેરાળા, મેમકા, ભડીયાદ, રઈના ભોગાવો નદી વિસ્તારમાં રેતી, પથ્થર ખનીજની ચોરી અટકાવવા માટેની આકસ્મિક તપાસ કરવા ટીમની રચના જ‚રી બની છે.

વઢવાણ મામલતદાર તરફથી ત્રણ ટીમોને ભોગાવો નદીનાં રેતી ચોરી અંગેના વિસ્તારની ફાળવણી કરવાની રહેશે અને સંબંધીત ટીમે પોતાને ફાળવેલ વિસ્તારમાં તા.૧ મેથી ૩૧મે ૨૦૧૮ સુધીમાં અવાર નવાર તપાસણી હાથ ધરીને રેતી ચોરી અટકાવવા માટે પ્રયત્નો કરવાના રહેશે તેમજ જો ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાન આવે તો ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.