Abtak Media Google News

બે અલગ અલગ જગ્યાએથી નવ મોટર સાયકલ તથા કુવામાંથી પાણી ખેંચવાના બે મશીનનો મુદામાલ જપ્ત

બગસરા વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી ચોરીના નવ મોટર સાયકલ તથા કુવામાંથી પાણી ખેંચવાના બે મશીનો સાથે ત્રણ ઈસમોને રૂ.૩,૨૧,૦૦૦ના મુદામાલ સાથે અમરેલી એલ.સી.બી.એ પકડી પાડયા હતા.

બગસરા ટાઉનમાંથી પકડાયેલ ઈસમ મનોજ ઉર્ફે સંગુ અશોકભાઈ મકવાણા, ઉ.વ.૨૪ રહે. ડો. કામળીયાના દવાળાના વાળા નાકામા, બગસરાના કબ્જામાંથીપાંચ હિરો હોન્ડા પ્લસ કિંમત રૂ.૧,૫૦,૦૦૦ કબ્જે કરેલ હતા. તથા સુડાવડ ગામની સીમમાંથી પકડાયેલ ઈસમો ચંપુ ગભ‚ભાઈ વાળા, ઉ.વ. ૩૬ રહે સુડાવડ, તા. બગસરા અને મહેબુબ જમાલ મોર, ઉ.૨૪ રહે. સુડાવડ, તા. બગસરાના કબ્જામાંથી કુવામાંથી પાણી ખેંચવાના મશીન નંગ.૨ કિંમત રૂ.૬૦૦૦ અને હિરો હોન્ડા પ્લસ નંગ.૨ કિંમત રૂ. ૬૦,૦૦૦ તથા હોન્ડા એકટીવા સ્કુટર કિમંત રૂ.૩૦,૦૦૦ અને રોયલ એન્ફીલ્ડ બુલેટ કિમંત રૂ. ૭૫,૦૦૦ કબ્જે કરી પોલીસે કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.