Abtak Media Google News

જસદણમાં નગરપાલિકા અને આરોગ્યતંત્રની નિષ્ફળતાને કારણે ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી ત્રણના મોત થતાં શહેરના લોકોમાં હાહાકારની લાગણી વ્યાપી ગઈ છે ત્રણ દિવસ પહેલાં આરઝુ નામની ૧૮ વર્ષીય યુવતીના મોતના સમાચારની હજું શાહી સુકાય નથી ત્યારે મહેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) અને ઉમ્મેહાની સપ્પા (ઉ.વ.૮)નામની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થતાં લોકોને જવાબદાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો હતો શહેરમાં હાલ ડેંગ્યુ, મલેરીયા, ઝાડા, ઉલ્ટી, ટાઈફોઈડ, શરદી, ઉધરસ, જેવાં અનેક રોગોથી શહેરીજનોનું સ્વાસ્થય કથળી રહ્યું છે રાજકારણીઓ ફોટો શૂટમાં મસ્ત છે રોગચાળો ડામવાની જેની જવાબદારીઓ છેે તે સબ સલામતની બ્યુગલ વગાડી રહ્યાં છે ત્યારે જસદણમાં રોગો ડામવા માટે પ્રથમ શહેરમાં પ્રથમ ગંદકી સાફ મચ્છર ઉત્પાદન કેન્દ્રોનો નાશ જરૂરી દવાનો છટકાવ અખાદ્ય પદાર્થો ફળ ફળાદી વગેરે વેચનારા સામે કચરો જાહેરમાં ફેંકનારાઓ સામે કોઈ પણની શરમ રાખ્યાં વગર કડક હાથે કામ કરવું પડશે નહીંતર રોગચાળો અનેક લોકોને ભરખી જશે ઉલ્લેખનીય છે કે પાલિકાએ વર્ષોથી ખાદ્ય પદાર્થો પીણાં આ ઉપરાંત પાણીપુરી,ખમણ,પાવાભાજી, રેસ્ટોરન્ટ હોટલો, ફરસાણ, ઠંડા પીણાં વેચનારા પર કોઈ પણ જાતના પગલાં ભર્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.