ચોટીલાના સાંગાણી પાસે અકસ્માતમાં અધિક કલેક્ટર સહિત ત્રણના મોત

82

અધિક કલેક્ટરની પૌત્રી સહિત બે વ્યકિત ઘાયલ: ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

જામખંભાળિયાથી પરિવાર તેમજ ઓફિસરના કર્મી સાથે આણંદ જતાં અધિકારીની કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ચોટીલાના નેશનલ હાઇવે પર સાંગાણીથી આગળ અકસ્માત થયો હતો. જેમાં કાર ડિવાઇડર સાથે અથડાઇ નાળામાં જઇ ખાબકતાં જામખંભાળિયા ફરજ બજાવતા ઉછઉઅના ડાયરેકર (અધિક કલેકટર) તેમજ તેમના પત્ની સહિત કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.

જ્યારે પૌત્રી અને કચેરીના એક કર્મચારીને ઇજા પહોચી હતી.કપડવંજના આણંદ રહેતા અને જામખંભાળિયા ઉછઉઅના ડાયરેકર(અધિક કલેકટર)તરીકે ફરજ બજાવતા અનિલકુમાર.પી.વાઘેલા તેમના પત્ની કરુણાબેન અને પૌત્રી રિયાના તેમજ ઓફીસમાં ફરજ બજાવતા દીપભાઈ ગિતેશભાઈ સાતા, રવિભાઈ ભાયાભાઈ વાદકીયા જામખંભાળિયાથી આણંદમાં રહેતા અધિક કલેક્ટરના પરિવારને મળવા માટે રવિવોર વહેલી સવારે જતા હતા.

ત્યારે સાંગણી ગામથી આગળ હાઇવે પર જતાં કારચાલક દીપભાઈ સાતાએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને નાળામાં ખાબકતા દંપતી સહિત કારચાલક દીપભાઈ સાતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પૌત્રી અને રિવાભાઇ ભાદકીયાને પ્રથમ ચોટીલા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.આ ઘટનાની જાણ થતા ચોટીલા પ્રાંતઅધિકારી આર.બી.અંગારી તેમજ મામલતદાર પી.એલ.ગોઠીને ઘટના સ્થળે પહોંચી પરિવારને મદદરૂપ થયા હતા. પોલીસે મૃતકોના પરિવારને જાણ કરી પરિવાર ચોટીલા રેફરલ હોસ્પિટલે પહોંચી ગયું હતું. જ્યાં પરિવાજનોના રૂદનથી ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

જ્યારે આ ગાડીમાં કુલ ૫ પૈકી ત્રણ લોકોના મોત થયા હતા ત્યારે બીજા બે વ્યક્તિ નો ચમત્કારિક રીતે બચાવ થયો હતો ત્યારે આ ઇજાગ્રસ્ત બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જિલ્લાના હાઈવે રક્ત પીડિત બની જવા પામ્યા છે ત્યારે જિલ્લામાં સતત અકસ્માતોની સંખ્યામાં વધારો એ એક ચિંતાજનક રીતે સામે આવ્યો છે.

Loading...