Abtak Media Google News

કાનપરા ગામ ની આગળ સુગર સ્પાઈસ હોટલ પાસે હાઇવે ઉપર પીજીવીસીએલના કર્મચારી કામ કરી રહ્યા હતા તે સમયે વાયર કાપતા વાયર નીચે પછડાયો હતો તેમાં આ વાયર બાઈક સવાર પર પડતા બાઈક સવારને ગંભીર ઇજા થવા પામી હતી જેમાં આ અકસ્માત માં ત્રણ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108ની મદદથી લીબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Img 20190221 Wa0081

બાઈક સવાર નડીયાદ થી પોતાના વતન કટારીયા ગામે આવી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર ભાઈ તેમના પત્ની કિરણબેન અને તેમની પુત્રી અનીશાબેન આ ઘટનામાં ઈજા પામ્યા હતા ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરાયા હતા. ત્યારે આવી પીજીવીસીએલ ની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.

Img 20190221 Wa0082

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.