Abtak Media Google News

મહિલાએ ઝેર ગટગટાવ્યું

પોલીસે વગર વાંકે અટકાયત કરી મકાનમાંથી રોકડ અને ઘરેણા ઉઠાવી ગયાનો મહિલાનો આક્ષેપ

ભાવનગર પોલીસે ત્રણ શખ્સોની ‚રૂ.૩૦ લાખની કિંમતના ઘરેણા અને રોકડ સાથે અટકાયત કરી પૂછપરછ કરતા ત્રણ શખ્સો પૈકી એક યુવકની માતાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

આનંદનગર વિસ્તારના સમીર, અશોક મારવાડી અને વિરભદ્ર નામના શખ્સોની એલસીબી સ્ટાફે ચારેક દિવસ પહેલાં અટકાયત કરી પૂછપરછ કર્યા બાદ તેના મકાનમાંથી ‚રૂ.૩૦ લાખની કિંમતના સોનાના ઘરેણા અને રોકડ ઉપાડી જતા હફિઝા નામની મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

વિરભદ્ર નામનો શખ્સ અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાથી તેની અટકાયત કરી હોવાનું અને તેની પાસેથી ‚ા.૩૦ લાખની શંકાસ્પદ મતા મળી આવી હોવાનું એલ.સી.બી.પી.આઇ. દિપક મિશ્રાએ જણાવ્યું હતુ. જ્યારે હફિઝાબેને પોતાના પુત્ર કોઇ ચોરીના ગુનામાં ન સંડોવાયો હોવા છતાં પોલીસે માર મારી ઘરમાંથી લૂંટ ચલાવ્યાનો આક્ષેપ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.