Abtak Media Google News

પાકિસ્તાન જયાં સુધી આતંકવાદનો સફાયો નહીં કરે ત્યાં સુધી ભારત સાથે મૈત્રી સંબંધો અશકય: અમેરિકા સાંસદ

ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદે પીડતી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કુનેહપૂર્વક દૂર કરી છે. કાશ્મીરમાં આતંકવાદના નામે પ્રોકસી વોર ચલાવી રહેલા પાકિસ્તાનની આતંકની દુકાન બંધ થતા રઘવાયું બન્યું છે. આ મુદાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાના પ્રયાસો સફળ ન થતા પાકે હવે તેના ‘નાપાક’ ઈરાદાઓને અંજામ આપવા એલઓસી પર કારણવગર ગોળીબાર કરવા લાગ્યા છે. ભાતીય સેના દ્વારા પણ આવા અટકચાળાનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. જયારે બીજી તરફ કાશ્મીરની ખીણમાં છુપાઈને બેઠેલા આતંકી તત્વોને શોધીને તેનો સફાયો કરવા ભારતીય સુરક્ષા દળો સમયાંતરે તપાસ હાથ ધરતા રહે છે.ભારતીય સુરક્ષા દળોની દક્ષિણ કાશ્મીરમાં આવી જ એક તપાસ દરમ્યાન છૂપાયેલા જૈસે મહંમદના ત્રણ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.જેના જવાબમાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને એન્કાઉન્ટર હાથ ધરીને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અંગેની વિગતો આપતા જમ્મુ-કામીર પોલીસના વડા દિલબાગ સિંગે ઉમેર્યું હતુ કે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ત્રણે આતંકવાદીઓ પર ગત માસમાં ગુર્જર સમાજના બે ભાઈઓની હત્યા કરવામાં સામેલ હતા.

બીજી તરફ ભારત પાક વચ્ચે પ્રવર્તી રહેલા તનાવ અને કલમ ૩૭૦ની સમાપ્તીબાદ વધઉ વણસેલી પરિસ્થિતિ સુધારવા માયે પાકિસ્તાન અશાંતિ માટે સંપૂર્ણ પણે વગોસવાઈ ચૂકયું છે. ત્યારે મંગળવારે અમેરિકાનાં સાંસદે વધુ એકવાર સ્પષ્ટ શબ્દોમાં પોતાના મત વ્યકત કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ મંત્રણાઓનો આધાર પાકિસ્તાન આતંક અને આતંકીઓ સામે કેવા પગલા ભરી રહ્યું છે.તેના ઉપર નિર્ભર છે.

મંગળવારે અમેરિકાની સાંસદે નવી દિલ્હી ખાતે જમ્મુ કાશ્મીર મુદે પોતાની ઉંડી પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું હતુકે કાશ્મીર ખીણ વિસ્તારમાં માનવ અધિકારની પરિસ્થિતિ પર નવી દિલ્હી સરકાર કેવી રીતે ધ્યાન આપી રહ્યું છે. તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી દક્ષિણ એશિયામાં માનવ અધિકાર અંગે લેખીત અભિપ્રાયમાં અમેરિકાના સહાયક સચિવ ઈમરાન ખાનના એ નિવેદને આવકાર્યું છે. જેમાં ઈમરાનખાને એ કબુલ્યું કે પાકિસ્તાનમાંથી ઉદભવતુ આતંક આ હિંસા ફેલાવે છે. આતંક કાશ્મીર અને પાકિસ્તાન બંનેના દુશ્મન છે. એ વાત કયારેય માની ન લેવી કે સીમાપારના આતંક માટે જવાબદાર આતંકી સંગઠનો જેવા કેલશ્કરે તોયબા અને જૈસે મોહમદ સામે પાકિસ્તાન કાર્યવાહી કરતુ નથી પાકિસ્તાન તેની બનતી તમામ કોશિષો કરી જ રહ્યું છે.

અમેરિકાના પ્રતિનિધિ એલાયસવેલ્સે જણાવ્યું હતુકે ભારત અને પાકિસ્તાન વચ્ચે રૂબરૂની સીધે સીધે વાટાઘાટોનો મુસદો સીમલા કરારમાં પડેલો જ છે. અને બંને પક્ષે તનાવ ઘટાડવાની તાકાત ધરાવે છે. પાકિસ્તાને આતંકવાદ સામે અસરકારક કામગીરી કરી સીમાપારના આતંકવાદને બંધ કરીને વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કરવાની જરૂર છે. માનવ અધિકાર અને રાજદ્વારી પગલાઓની દિશાઓમાં પાકિસ્તાને સૌ પ્રથમ તો આતંકવાદનો ઉકરડો દૂર કરવાની જરૂર છે.

આ ચર્ચા દરમિયાન દક્ષિણ એશિયાવિસ્તારમાથી આવતી માનવ અધિકારના મુદે કાશ્મીર અંગેની ફરિયાદો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં સુધરવી જોઈએઆ બેઠકમાં વોશિંગ્ટન રાજયના ધારાસભ્ય, વર્જીનીયાના એબીલગેલ સોનબર્ગરે વેલ્સ અને તેના સાથીદારો સાથે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. કે કાશ્મીરમાં બાળકોની દયાજનક પરિસ્થિતિ, સંવાદિતતાના અભાવ અને દવા અને સાધન સહાયની અછતની જરૂરીયાતોની પરિસ્થિતિ સુધરવી જોઈએ આ વિસ્તારમાં પ્રતિબંધો હટી ગયા છે. પરંતુ હજુ સ્થિતિ સાવ સુધરી નથી. લોકોની જરૂરીયાતો પુરી થવી જોઈએ અને કાશ્મીરની ખીણની સ્થિતિ સુધરવી જોઈએ તેમ જણાવી આ સાંસદોએ સ્થિતિ હજુ તંગ હોવાનું અને સમગ્ર વિસ્તારમાં આતંકી ગતિવિધિઓનાં ઓછા હજુ દૂર થવા જોઈએ તેવી હિમાયત કરી હતી.

આતંકીઓને મદદ કરનારા તત્વોને જો પાકિસ્તાન મદદ કરવાનું છોડી દેતો જમ્મુ કાશ્મીરનું તે કંઈ બગાડી નહી શકે પાકિસ્તાનની આતંકવાદને મદદરૂપ ન થવાની નીતિ આવકાર્ય ગણાશે.

બંને દેશો વચ્ચે શાંતિ માટે વાટાઘાટોનું માધ્યમ આદર્શ બનીરહેશે પરંતુ તેના માટે પાકિસ્તાને પોતાના દેશમાંથી આતંકનો ઉકરડો સાફ કરવા સિવાય કોઈ છૂટકો જ નથી તેમ જણાવીને વેલ્સએ ઉમેર્યું હતુ.

ભારત પાક વચ્ચે શાંતિ માટેના સફળ મંચ અને વાટાઘાટોના મુસદો અને વાતાવરણ રચવા માટે પાકિસ્તાને કોઈપણ સંજોગોમાં આતંકવાદને પ્રોત્સાહન ન મળે તેવી નીતિ અપનાવવા સિવાય છૂટકો જ નથી અમેરિકા સાઉથ એશિયામાં માનવ અધિકારની ચર્ચામાં પાકિસ્તાનના આતંકના ઉંબાડીયા સમગ્ર ભૂખંડમાં આરાજકતા ફેલાવનારા ગણાવીને પાકિસ્તાનને એવી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સૌથી વધુ નિકટવર્તી પાડોશીઓ વચ્ચે જો કાયમી ધોરણે શાંતિની સ્થાપના કરવી હશે તો પાકિસ્તાને સૌ પ્રથમ પોતાના ઘર આંગણે ખડકાયેલા આતંકનાઉકરડા સાફ કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.