કાલાવડ તાલુકાના નિકાવા ગામે વાતાવરણ પલ્ટો થતાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ

કાલાવડ તાલુકાના નિકાવા ગામે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા દોઢ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. કાલાવડ તાલુકાના નિકાવા ગામ વીજળીના કડાકા-ભડાકા સાથે તેમજ વાવાઝોડા સાથે વરસાદ પડતા નદી, નાળા બે કાંઠે વહ્યાં હતા. હાલ મગફળી ઉપાડવાની મોસમ પુરજોશમાં ચાલુ હોય ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં જ સુકાવા માટે રાખી હતી. તે દરમિયાન જ અચાનક વરસાદ ખાબકતા મગફળીના પાવરા તણાઈ જવા પામ્યા હતા. તેમજ પવન સાથે વધુ વરસાદ પડતા કપાસનો પાક પણ જમીનમાં ઢળી પડ્યો હતો. મગફળીના પાથરા તેમજ પાલો પલટી જતા મુંગા પશુઓનો ઘાસચારો  પણ બગડી જતા ખેડૂતો તેમજ પશુપાલકો ચિંતાતુર બની ગયા હતા. મોઢામાં આવેલ કોળીયો વરસાદ પડતા છીનવાઈ જતાં ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યાં છે.

Loading...