Abtak Media Google News

પ્રિ-ઓપનીંગમાં લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કર્યા બાદ નિફટીમાં ટ્રેડિંગ ઠપ્પ થઈ ગયું

સેન્સેકસ અને નિફટીએ આજે ઓલ ટાઈમ હાય સપાટી હાંસલ કર્યા બાદ નિફટીમાં ત્રણ કલાક માટે ટ્રેડીંગ ઠપ્પ થઈ જતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી. આજે સવારે બજારમાં તેજી વચ્ચે બીએસઈ સેન્સેકસ ૨૭૯ પોઇન્ટ ઉછળીને ૩૧,૬૩૯ની સર્વોચ્ચ ટોચને અડી ગયો છે. નિફટીએ પણ ૯૭૭૨ની ઓલટાઈમ સર્વોચ્ચ સપાટી બનાવી છે. જોકે, એનએસઈમાં ટ્રેડિંગ ઠપ્પ થઈ થવાથી ત્રણ કલાક કામકાજ બંધ રહ્યું હતું.

એનએસઈમાં ૧૦:૩૦ વાગ્યે અત્યાર સુધીમાં કોઈ સોદો થઈ શકયો નથી. એનએસઈમાં કેશ અને એફએન્ડશોમાં ટ્રેડિંગ ૧૦:૪૫ વાગ્યે શ‚ થવાનું હતું પણ શ‚ થઈ શકયું નથી અને ત્રણ કલાક માટે ટ્રેડીંગ બંધ રહ્યુ હતું. એનએસઈમાં ટ્રેડિંગ અટકયું હોવાથી બીએસઈને ફાયદો થયો છે. બીએસઈમાં ટ્રેડિંગ વોલ્યુમ ૨.૫ ગણું વધ્યું છે. માર્કેટમાં ખરીદીના પગલે સવારે નિફટી ૯,૭૬૫ની ઓલટાઈમ સર્વોચ્ચ સપાટીને અડયો હતો. સેન્સેકસ પણ ૨૪૨ પોઈન્ટ ઉછળીને ૩૧,૬૦૨ની સર્વોચ્ચ સપાટીને અડયો હતો. લાર્જ કેપ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીથી માર્કેટને ટેકો મળ્યો છે.

સપ્તાહની શરૂઆતે આજે શેરબજાર ઊંચા ગેપી ખૂલ્યું હતું. સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ શરૂઆતે ૩૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ શેરના ભાવ જ અપડેટ તા ન હતા, જેના પગલે રોકાણકારો કયા ભાવે શેરની લે-વેચ કરવી તે અંગે મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આજે શરૂઆતે શેરબજાર ખૂલ્યું ત્યારે એનએસઇના ભાવ જ અપડેટ તા ન હતા અને તેના કારણે સોદાની કોઇ કામગીરી પણ ઇ શકતી ન હતી. આ અંગે સત્તાવાળાઓ કોઇ ટેક્નિકલ કારણસર ભાવ અપડેટ નહીં તા હોવાનું જણાવી રહ્યા છે. એટલું જ નહીં આ ક્ષતિ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે ટેક્નિકલ એનાલિસ્ટ અસીમ મહેતાએ જણાવ્યું કે આજે શરૂઆતે ભાવ અપડેટ નહીં તા હોવાને કારણે કેશના સોદા પડતા ની તા  ટેક્નિકલ ક્ષતિ હોવાનું એનએસઇ હાલ જણાવી રહી છે, જોકે તેમણે જણાવ્યું કે ફ્યુચર અને ઓપ્શનના સોદા પડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.