Abtak Media Google News

વિવિધ કાર્યક્રમાનો કાલથી થશે પ્રારંભ : તા.૯મીએ દિવસે શોભાયાત્રા તેમજ રાત્રીના રાસ-ગરબાની જામશે રમઝટ : કાર્યક્રમને અપાતો આખરી ઓપ

હળવદ તાલુકાના ચુપણી ગામે દોરાળા પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.૮થી પ્રારંભ થશે. જેમાં ભરવાડ સમાજના ધર્મ ગુરૂ પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી  ઘનશ્યામપુરી બાપુ સહિત અનેક સંતો – મહંતો અને દોરાળા પરીવારના અગ્રણીઓ, વડીલો તેમજ મોટી સંખ્યામાં કુટુંબીજનો આ ધાર્મિક કાર્યમાં જાડાશે.

સમસ્ત દોરાળા પરિવાર મઢ આયોજિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૮થી ૧૦ સુધી ઉજવાશે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૮ મે થી પ્રારંભ થશે. જેમાં સવારના ૭.૩૦ પ્રાયચિત વિધિ સહિતના તા.૮ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ તા.૯ના રોજ સવારે ૭.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રાનું જાજરમાન આયોજન કરાયું છે.આ શોભાયાત્રામાં લોક ગાયક કૌશિક ભરવાડ માતાજીના ગુણગાન ગાશે. તેમજ રાત્રીના ૯ કલાકે ભવ્ય રાસ- ગરબાનું આયોજન કરાયું છે.

જેમાં સોનુ ચારણ, કૌશિક ભરવાડ સહિતના કલાકારો ઉપતસ્થત રહી રાસ-ગરબાની રમઝટ બોલાવશે. તા.૧૦ના રોજ પ્રતિષ્ઠા વિધિ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથો સાથ સવારે ૯ કલાકે ભરવાડ સમાજના ધર્મગુરૂ પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્યામપુરી બાપુ, ખીમ મંડલેશ્વર ધ્રાંગધ્રા પી.ઢા.ધીશ્વર મહંતશ્રી ૧૦૮ ભરતબાપુ, દ્વારકાથી મહંતશ્રી મુનાબાપુ, જુનાગઢથી જીણા ભગત સહિતના સંતો – મહંતોના સામૈયા કરાશે. ત્યાર બાદ ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં અમદાવાદ, રાજકોટ, કચ્છ, ધ્રાંગધ્રા, જામકા, પાટણ, વિરમગામ, સરંભડા, હળવદ, રાણેકપર, તળાજા સહિતના વિસ્તારોમાંથી દોરાળા પરિવાર ઉમટી પડશે. ત્યારે હાલ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.