Abtak Media Google News

પ્રથમ વરસાદમાં તળાવમાં આવેલા નવા નીરમાં ત્રણ બાળકો ગરક થતા પરિવારમાં અરેરાટી

પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગેડી ગામે પ્રથમ વરસાદમાં તળાવમાં આવેલા નવા નીરમાં ન્હાવા પાડેલા બે સગા ભાઇઓ સહિત ત્રણ ઉંડા પાણીમાં ગરક થતા ત્રણેયના મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગેડી ગામે રહેતા વેલારામ રાજપૂતના ચેતન સોલંકી તેનો ભાઇ બળદેવ સોલંકી અને અજીત બબા ચાંડ નામના આઠ થી દસ વર્ષના માસુમ બાળકો તળાવમાં ડુબી જતાં ત્રણેયના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

પૂર્વ કચ્છ પંથકમાં ગઇકાલે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ થતા તળાવમાં નવું પાણી આવતા શ્રમજીવી પરિવારના ત્રણ બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા પણ પરિવાર અજાણ હોવાથી મોડીસાંજ સુધી ઘરે પરત ન આવતા તળાવ કાંઠેથી ત્રણેય બાળકોના કપડા મળી આવતા તરવૈયાની મદદથી તળાવમાં તપાસ કરતા ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

એક સાથે બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકોના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.