Abtak Media Google News

લુખ્ખાઓએ પોલીસમેનનો કાઠલો પકડી માર મારી ફરજમાં રૂકાવટ કરી

અમીન માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલક વચ્ચે ચાલતા ઝઘડામાં ટ્રાફિક પોલીસમેન વચ્ચે પડી ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા હતા ત્યારે કારમાં ઘસી આવેલા ત્રણ શખ્સોને કાર દુર રાખવા જણાવતા ત્રણેય શખ્સોએ ટ્રાફિકના કોન્સ્ટેબલનો કાથલો પકડી હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશભાઇ રાયધનભાઇ કોઠીવાલે નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા ઇશાક, મહોસીન અને અદનાન નામના શખ્સોએ કાથલો પકડી ફરજમાં રૂકાવટ કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નિલકંઠ પાર્ક પાસે આવેલા નિલકમ પાર્કમાં રહેતા અહેઝાઝ અહેમત ડાકોરાના બાઇકને અમીન માર્ગ પર અકસ્માત થતા યુવરાજ અને મિહીર સાથે ઝઘડો થતા અમીન માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હોવાથી કોન્સ્ટેબલ મહેશભાઇ કોઠીવાલ ટ્રાફિક ક્લિયર કરાવી બંને શખ્સોને છોડાવવા વચ્ચે પડયા ત્યારે ઇશાક, મહોસીન અને અદનાન નામના શખ્સો કારમાં ત્યાં ઘસી આવ્યા હતા અને પોલીસમેન મહેશભાઇ કોઠીવાલનો કાથલો પકડી ધક્કો મારી તુ અહીથી નીકળી જા નહીતર તને પણ માર પડશે તેમ કહી ફરજમાં રૂકાવટ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.