Abtak Media Google News

યુ ટ્યુબ પર લોકો ભરપુર મનોરંજન મેળવે છે. એમા પણ ઘણાં શોખિનો વિડીયો ચેનલ બનાવી લાખોની કમાણી કરતા હોય છે એમ જ યુ ટ્યુબ પર એવી અનેક વેબ સીરીઝ છે કે જેનાથી તમે પેટ પકડીને હસ્યા જ રાખશો. આજે હું તમને એવી જ વેબ સીરીઝ વિશે જણાવિશ જે તમને હસી હસીને લોટપોટ કરી દેશે….

– એનોઇંગ ઓરેન્જ :

જો તમે ઇંગ્લીશ કોમેડી પસંદ કરતા હોય તો અનોઇગ ઓરેન્જમાં આજે જ સબ્સક્રાઇબ કરો. આ એવી સિરીઝ છે જેમાં એક વ્યક્તિ પોતાનું મોઠું જ બીજાની ઇન્સલ્ટ કરવા ખોલે છે.

– નીગાહિગા : નીગાહિગા એક ખૂબ જ પ્રચલિત યુ ટ્યુબ ચેનલ છે આ સિરિઝ યુવા પેઢી માટે સૌથી વધુ લોકપ્રિય બની છે. જેમાં અલગ અલગ કલાકારો તમને પેટ પકડીને હસવા મજબૂર કરી દેશે.

– ઓલ ઇન્ડિયા બકચોર : આ વેબ સિરીઝ ભારતીયોમાં ખૂબ જ પ્રચલિત  બની છે. આ એઇબ તન્મય ભટની આસપાસ બનતી ઘટનાઓને લગતી છે.

– વાયરલ ફિવર : આ સિરિઝને ૬ લાખ સબસ્ક્રાઇબર્સ છે જે ભારતમાં સૌથી વધુ જોવાતી સિરિઝ બની છે.

– બીબી કી વાઇન્સ : બીબી એટલે કે ભુવન બામ, ઓલ ઇન વન કહી શકાય તેવો ભુવન દરેક કિરદારને મોજથી ભજવે છે. આ એક એડલ્ટ કોમેડી સિરિઝ છે. જે યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.