Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૪ ગામ, ગીરગઢડાનું કાંધી અને કોડીનાર તાલુકાનું મોરવડ ગામ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને WHO દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ગુજરાતમાં પ્રતીદીન કોરોના વાયરસના કેસો વધતા જાય છે. જે અન્વયે વિવિધ માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ૨૬ (૨), ૩૦ તથા ૩૪ અને ધી એપેડેમીક ડીસીજ એક્ટ-૧૮૯૭ કલમ-૨ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને મળેલ સત્તની રૂઇએ ઉના તાલુકાના ૧૪ ગામો જેમાં વાવરડા, યાજપુર, નાઠેજ, ભાચા, કંસારી, સોનારી, ભાડાસી, કેસરીયા, કાજરડી, દેલવાડા, ખંઢેરા (ના.માંડવી), ઝાખરવાડા, રામપરા, અંજાર ગ્રામ પંચાયતના તમામ રહેણાંક વિસ્તાર, ઉના શહેરની વિદ્યાનગર, બેંક સોસોયટી, હુડકો વસાહત, પારસ સોસાયટી, નવજીવન, દીવ સોસાયટી, મહાવીર નગર, જલારામ નગર, વિક્રમ નગર, ગોકુલ નગર સહિતનો વિસ્તાર અને ગીરગઢડા તાલુકાના કાંધી ગ્રામ પંચાયતના તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર તેમજ કોડીનાર તાલુકાના મોરવડ ગ્રામ પંચાયતના તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર કોવીડ-૧૯ કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.

ઉપરાંત આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરીયાતી આવશ્યક ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલેવરીથી પુરી પાડવામાં આવશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતા કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.