Abtak Media Google News

લાઇટ-ટચ કી-બોર્ડથી ટાઇપિંગ ઝડપથી થાય છે. પરંતુ સતત માઉસ અને ટ્રેકબોલ વાપરવાથી લાંબા ગાળે હાથના સ્નાયુઓ ઉપર અસર થાય છે. રિપિટેટિવ સ્ટ્રેન ઇન્જરીમાં કમરને પણ નુકસાન થાય છે. તે ન થાય તે માટે થોડીક વાતો ધ્યાનમાં રાખવી.

તમારી ખુરશી અને કી બોર્ડ સરખી રીતે ગોઠવાઈ શકે તથા તમે સરખી રીતે હાથ રાખીને બેસી શકો.

ખુરશીમાં ટટ્ટાર બેસો. સ્ક્રીન પરનું લખાણ વાંચવા અથવા કી બોર્ડ સુધી પહોંચવા વાંકા ન વળવું પડે તેનું ધ્યાન રાખો.

કી બોર્ડ પર ટાઇપ કરતી વખતે કાંડાને કોઈ જગ્યાએ ટેકો ન આપો અથવા કાંડુ વળી ન જાય અથવા એકબાજુ સ્થિર ન રહે તેનું ધ્યાન રાખો. ઘણી વ્યક્તિ એક હાથે જ કી બોર્ડનો ઉપયોગ કરે છે.

 બને ત્યાં સુધી ટાઇપ કરતી વખતે બંને હાથનો ઉપયોગ કરવો. કમરનો દુખાવો ન થાય તે માટે હંમેશાં ટટ્ટાર બેસો. માઉસ અને ટ્રેકબોલને પણ કી બોર્ડની નજીક રાખો. જેથી સહેલાઈથી કામ થઈ શકે.

કમ્પૂટરનો ઉપયોગ કરવા માટે બેસો ત્યારે તમારા શરીરના તમામ અંગોને આરામ મળે તેનું ધ્યાન રાખવું જોઇએ જેથી લાંબા સમય સુધી કામ કરવામાં કોઇ તકલીફ ન રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.