Abtak Media Google News

૧૪૦૦૦ કેમેરા અને મોબાઇલ એપ્લીકેશનનો થશે ઉ૫યોગ

આ વખતે વાઘની વસતી ગણતરી ‘ડિજિટલ’

ત્રણ બિલાડીની જાત એટલે કે વાઘ, સિંહ અને દીપડો માત્ર ભારતમાં જ જોવા મળે છે. વાઘ ભારતનું રાષ્ટ્રપ્રાણી છે જયારે સિંહ ગુજરાતનું રાજયપ્રાણી છે. ભારતદેશમાં કેટલા વાઘ ?

સમગ્ર એશિયામાંથી માત્ર ગુજરાતમાં જોવા મળતા સિંહ કેટલા ? આ પ્રશ્ર્નોના જવાબ અર્થે ટુંક સમયમાં દેશભરમાં વાઘની વસ્તી ગણતરી શરુ થવાની છે. તેમાં પણ રસપ્રદ બાબત તો એ છે કે વાઘની વસ્તીગણતરીની પઘ્ધતિ પણ ડીજીટલ થઇ ગઇ છે. એટલે કે આ વખતે વાઘની ગણતરી કેમેરા અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી થશે.

આવતા થોડા માસમાં ટાઇગર સેન્સસ-૨૦૧૮ શરુ થવાનું છે. જે ટેકનોલોજીથી ભરપુર રહેશે. વાઘની છેલ્લી વસ્તીગણતરી વર્ષ ૨૦૧૪માં થઇ હતી અને તે પહેલા વર્ષ ૨૦૧૦ માં દર ચાર વર્ષે વાઘની વસ્તી ગણતરી થાય છે.

વર્ષ ૨૦૧૦ માં ભારતમાં ૧૭૦૬ વાઘની સંખ્યા નોંધાઇ હતી. જે વધીને વર્ષ ૨૦૧૪માં ૨૨૨૬ થઇ હતી. જયારે હવે વર્ષ ૨૦૧૮માં કેટલા વાઘ નોંધાશે તે તો વસ્તી ગણતરી બાદ જ ખબર પડશે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે પણ વાઘની સંખ્યામાં પાછલા વર્ષોની જેમ વધારો નોંધાશે.

સામાન્ય રીતે વાઘની ગણતરી ડબલ સેમ્પલીંગ મેથડથી કરાય છે. ત્યારે આ વખતે પ્રથમ વખત મોબાઇલ એપનો ઉ૫યોગ થશે. આ સાથે ૧૪૦૦૦ કેમેરા નો ઉપયોગ કરાશે. જે વર્ષ ૨૦૧૪ની સરખામણીએ ૪૩૦૦ કેમેરા વધુ છે. વાઘની વસ્તી ગણતરી માટે ૧૮ રાજયોમાં સર્વે થશે એમએસટી મોબાઇલ એપ દ્વારા ઇમેજીસ ટ્રેક કરી શકાશે. વાઘની વસ્તીગણતરીની પાછલા વર્ષોની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૭ સુધીમાં ૫૬૦ વાઘના મોત થયા છે. જેમાંથી પપ ટકા વાઘના મોત કુદરતી રીતે થયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે રર ટકા વાઘના મોત વીજશોકથી થયા હોવાનું અને ૪ ટકા વાઘના મોત રોડ, ટ્રેન અકસ્માતમાં થયા હોવાનું જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.