Abtak Media Google News

સારી ત્વચા માટે આપણે કેટકેટલુ કરીએ છીએ. ગુડ લુક માટે મોંઘા ક્રીમથી લઇને બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચવામાં આપણે પાછળ પડતા નથી. પરંતુ તમારી ગુડ સ્કીન પાછળનું સાચુ રહસ્ય તો તમે જે પીવો છો તેમા જ રહેલુ હોય છે.

ટી થેરાપી

તમારી ત્વચાને બહારની ક્રિમના લપેડા કરવા કરતા ખાવા-પીવા જ યોગ્ય અને જ‚રી ન્યુટ્રિશન આપવું વધુ સારી બાબત છે. તમે નહી ખબર હોય કે દ્વારા તમે ત્વચાને હાઇડ્રેટ કરીને વધુ ગ્લોઇન અને ગુડ સ્ક્રીન મેળવી શકો છો. જુદા-જુદા સ્કીનકેર ઇશ્યુ માટે આ ૪ પ્રકારની ટી ખૂબ ઉપયોગી નીવડે છે.

Advertisement

Cup Of Tasty Rooibos Tea-રુઇબોસ ટી :

આ કોફિન ફ્રી ટી એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે છે આફ્રિકાની રુઇબોસ ટી એન્ટિ બેક્ટેરિયલ હાઇપોએલર્જિક તો છે. જ પરંતુ ગ્રીન ટી કરતા પણ વધુ એન્ટિઓક્સિડેન્ટ ધરાવે છે. આ ટી માં રહેલું વિટામિન સી અને એન્ટિએજિંગ એન્ઝિમ્સ તમામ જાતના સ્કિન પ્રોબ્લેમથી મુક્તી આપે છે.

Matcha Green Teak Buying Powder Store Latte Chocolate Recipes Preperation How To Make 1– મેચા ટી :

મેચા ટી જાપાનીઝ ફીનોમિના છે. જે સમગ્ર વિશ્ર્વમાં ખૂબ ઝડપી ફેલાયો છે. આ એક પાઉડર ગ્રીન ટી છે જેને અલગ ટેકનિકની મદદથી ઉગાવવામાં આવે છે. આ ટી એટલા માટે વધુ આરોગ્યપ્રદ છે. કેમ કે અન્ય ગ્રીન ટીની જેમ તેમાં ફક્ત ચા પત્તીઓને પલાળીને ફેંકી દેવાતી નથી. પરંતુ તેને ખરેખર પીવી પડે છે. જે તમારા સ્કીનને ડીટોક્સિફાયિંગ કરવામાં મદદ કરે છે.

Peppermint Tea While Breastfeeding– પેપરમીન્ટ ટી :

જો તમને પેટની ગરમીના કારણે ખીલની સમસ્યા હોય તો પેપરમીન્ટ ટી તમારા માટે સૌથી સારો ઓપ્શન છે. તેનું મેન્થોલ તમારા શરીરની વધારાની ગરમીને દૂર કરશે. તેમજ ત્વચાની વધારાની ઓઇલનેસને દૂર કરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થયેલા ખીલની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

White Tea 620X350 71479277400– વાઇટ ટી :

વાઇટ ટી ચાનું સૌથી પ્યોર ફોર્મ છે. તેને તાજી અને કુંણી ચા પત્તીમાંથી બનાવવામાં આવે છે. એક કપ વાઇટ ટી તમારા શરીરમાં પૂરતી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ તત્વો ઉમેરે છે. જેના કારણે કોલેજન બ્રેકટાઉન અને કરચલી પડવા જેવી સમસ્યામાંથી મુક્તી મળે છે. તેમજ ચહેરા પરની ડલનેસને પણ દૂર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.