Abtak Media Google News

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના પરિવાર સાથે કરવામાં આવેલી ગેરવર્તૂણકને લઇને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આજે સંસદના બંને સદનમાં આ મુ્દે નિવેદન આપ્યું છે.પાકિસ્તાને જાધવના માતા-પત્નીનું અપમાન કર્યું. માતા-પત્નીના બંગડી, ચાંદલો, મંગળસૂત્ર ઉતારી દેવામાં આવ્યાં.

Advertisement

કુલભૂષણને ખોટી રીતે ફાંસીની સજા આપવામાં આવી. પાકિસ્તાની મિડીયાએ જાધવના પરિવાર સાથે ગેરવર્તૂણક કરી હતી. ભારતના ડે. કમિશનરને જાણ કર્યા વગર પરિવારને લઇ જવામાં આવ્યા હતા. પાકિસ્તાને એક તરફી કેસ ચલાવ્યો છે. જાધવ અને તેમના પરિવારને મરાઠીમાં વાત કરતા રોકવામાં આવ્યા હતા.

સુષમા સ્વરાજ પ્રથમ રાજ્યસભામાં ત્યાર બાદ લોકસભામાં નિવેદન આપશે. ઉલ્લેખનીય છે કે બુધવારે કુલભૂષણ જાધવ મામલે સંસદમાં હંગામો જોવા મળ્યો હતો.

બુધવારે લોકસભામાં કુલભૂષણ જાધવના પરિવાર સાથે કરવામાં આવેલી ગેરવર્તૂણકનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ ઘટના પર પાકિસ્તાનની કડી નિંદા કરી હતી. તે સિવાય વિપક્ષોએ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિવેદનની માગ કરી હતી. કોંગ્રેસે કુલભૂષણ જાધવે મુદ્દા પર પાકિસ્તાન માફી માગે તેવી માગણી કરી હતી, તે સિવાય ભારત સરકાર પાકિસ્તાન વિરૂધ્ધ કડક પગલા ભરે તેવી પણ માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારે કુલભુષણ જાધવની મા અને પત્ની ઇસ્લામાબાદ જઇને તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમની સાથે ગેરવર્તૂણક કરવામાં આવી હોવાની વાત બહાર આવી હતી. ઇસ્લામાબાદમાં કુલભૂષણ અને તેમના પરિવાર સાથે કરવામાં આવેલી ગેરવર્તૂણક પર ભારતે પાકિસ્તાનની કડક શબ્દોમાં નિંદા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.