આ…..રસ્તો

91

ક્યારેક નાં ગમતા સમયમાં ખેચી જાય,

ક્યારેક પ્રકૃતિને સમજાવી જાય,

ક્યારેક પંખીના સૂર સંભળાવી જાય,

ક્યારેક ધરાની ધન્યતા દેખાડી જાય,

ક્યારેક વૃક્ષોની લીલોતરી દેખાય જાય,

ક્યારેક વાતોને બદલાવી જાય,

ક્યારેક નવા વિચાર તરફ દર્શાવી જાય,

ક્યારેક ઝડપ થકી જીવન બદલાવી જાય,

ક્યારેક અનેક રંગો ક્ષણોમાં  વિસરાય જાય,

ક્યારેક મનગમતા ગીતોને ફરી મમળાવી જાય,

ક્યારેક નિયમો સરળતાથી ઉતારી જાય,

ક્યારેક નવા સ્થળો તરફ લઈ જાય  ,

ક્યારેક કુદરત સાથે માનવતા મેળવી જાય,

ક્યારેક દરેક પ્રવાસને સાર્થક બનાવી જાય,

ક્યારેક જીવનને નવા રસ્તા લઈ જાય.

Loading...