દિવાળીની રજાઓમાં ફરવા જવા માટે આ સ્થળ છે સૌથી લોકપ્રિય

79

દિવાળીની રજાઓમાં ફરવા જવા માટે ગોવા લોકોની પ્રથમ પસંદગી છે. દક્ષિણ એશિયાના સૌથી મોટા હોટલ અને રૂમ રેન્ટલ ચેઈન ઓયોએ શનિવારે આ જાણકારી આપી હતી. ઓયોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, દિવાળીના બુકીંગના આંકડાઓ પર નજર કરતા માલુમ થાય છે કે, વર્ષોવર્ષના આંકડા જોતા ગોવામાં રૂમ બુકીંગમાં 179 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.

ઓયોના વિષ્લેષણથી ખ્યાલ આવે છે કે, દિવાળીમાં ગોવામાં હોટલ રૂમ બુકીંગમાં વર્ષો વર્ષ 179 ટકાનો વધારો થાય છે. દિવાળી પર ગોવાની હોટલોમાં સૌથી વધુ બુકીંગ થાય છે. ત્યાર બાદ જયપુર, હૈદરાબાદ, બેંગાલુરુ, નૈનીતાલ અને ઉદયપુર આવે છે.

કલંગુતે અને બાગા ગોવા મુખ્ય સ્થળો છે. જ્યાં પ્રવાસીઓ વધુ બુકીંગ કરાવે છે. જ્યારે દક્ષિણ ગોવાની સરખામણીએ ઉત્તર ગોવાની હોટલોમાં વધુ બુકિંગ કરવામાં આવે છે.

ગોવા એક મોટું પર્યટન સ્થળ છે. જ્યાં દર વર્ષે 70 લાખ પ્રવાસીઓ મુલાકાતે આવે છે. જેમાં 5 લાખ જેટલા તો વિદેશી પ્રવાસી હોય છે.

Loading...