Abtak Media Google News

અત્યારે સાડી કરતાં ડિઝાઇનર બ્લાઉઝનો વધુ ક્રેઝ

જો તમારામાં કંઇક આગવી કળા અથવા ક્રિએટીવીટી હોય તો તમે હાલ અવનવી આવતી ફેશનમાં તમારો પગ જમાવી શકો છે. અત્યારની માનુનીઓને તદ્દન નવી જ વસ્તુઓ કપડા જોઇતા હોય છે. અથવા તો એન્ટીક વસ્તુઓ જોઇતી હોય છે. અત્યારની ફેશન પ્રમાણે અને યુવતિઓની ડિમાન્ડ પ્રમાણે અલગ અલગ ડિઝાઇનમાં દુપટ્ટા, સાડી, કુર્તિ, બ્લાઉઝ, ઇન્ડોવેસ્ટર્ન બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરવાની અલગ અલગ ડિઝાઇનમાં બનતા બ્લાઉઝ અને ચણિયાચોલીની સ્ત્રીઓ, યુવતિઓમાં સાડી કરતાં ડિઝાઇનર બ્લાઉઝનો ક્રેઝ વધારે છે. દરેકને સાડી સીમ્પલ હશે તો ચાલશે પરંતુ બ્લાઉઝ તો આકર્ષક લુક આપતું જ જોઇતું હોય છે. બજારમાં રો સીલ્કમાં કોટન બેઝ, ટીસ્યુ ઉપર ડિઝાઇનર બ્લાઉજ તૈયાર થાય છે. છેલ્લા થોડા સમયથી ક્રોપટ્રોપની ફેશન જે વનપીસ, પંજાબી, ચણિયાચોલીની પૂર્તિ કરી રહી છે.

Dress

અત્યારે ડિઝાઇનર બનતા બ્લાઉઝમાં કરવામાં આવતું જરદોશી, મોતીનું વર્ક પણ ખાસ મહત્વ ધરાવે છે. વર્ક વાળુ બ્લાઉઝ હેવી લુક આપે છે. તેમજ પ્યોર ફેબ્રીક ઉપર વર્ક કરવામાં આવે છે. કોટન ટેરર કોટન બ્લાઉઝ કોટનની સાડી પર પહેરવામાં આવે છે જે મહિલાની એક આગવી ઇમેજ બનાવી દે છે. વર્કની સાથે કલર કોમ્બિનેશન પણ અદભુત રીતે કરવામાં આવે છે. જેમ કે બ્લેક સાથે ગ્રીનનું કોમ્બિનેશન વગેરે…. વર્કમાં મોતી, જશદોશી મીરર વર્ક વગેરે હેન્ડ વર્ક જ હોય છે. કોટન બેઇઝ પર હેન્ડ વર્ક કરવામાં આવે છે. બ્લાઉઝની બેકસાઇડ  તેમજ સ્લીવમાં વર્ક કરવાથી આગવો જ લુક આવે છે. આ પ્રકારના રીચ લુક આપતા બ્લાઉઝ સાડી અથવા ચણિયાચોલી સાથે પહેરી શકાય છે. હવે વાત કરીએ ચણિયાચોલીની તો અતયારે પેપલમ સ્ટાઇલ ચણિયાચોલી જે દેખાવમાં બ્લાઉઝ, ચણિયો અલગ લાગે પરંતુ આ પ્રકારના ચણિયાચોલીમાં બન્ને સાથે અટેચ હોય છે. આ ચણિયાચોલીમાં ટીકી, મોતી, જરદોશી, ગોટાપતિનું વર્ક તેમજ ફ્રેન્ચ વર્ક કરવામાં આવે છે. તેમ જ આ ચણિયાચોલી દાંડીયા, રીસેપ્સન વગેરે ફંકશનમાં પહેરી શકાય છે જે સેમી બ્રાઇટ લુક આપે છે.આ ચણિયાચોલીમાં નેટ અને રોસિલ્કનું કોમ્બિનેશન અદભુત લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.