આ એક સામગ્રી વધારશે તમારી સુંદરતા

હવે તો ગરમીએ હદ કરી છે હો, બહાર જવું પણ અઘરું છે અને ગરમી પણ બહુ થાય છે તો બહાર જવાનું મન થતું નથી. ગરમીમાં અકળાય જવાય છે ઘરે રહી અને બહાર જવાની ઈચ્છાપણ થતી નથી. શું તમે પણ આજ સમસ્યાથી પરેશન છો ?તો આજે ઘરે રહીને એકદમ સરળ રીતથી ગરમીમાં તમારી ત્વચાની દેખભાળ આ રીતે કરો અને સુંદર પળમાં દેખાવ.

આજથી ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ:

દરેકને ગુજરાતીના ઘરમાં ખૂબ સરળ રીતે મળી આવતો આ ચણાનો લોટ ગરમીમાં તમને અનેક ફાયદા છે. તો આજે આ રીતે તમારા ચેહરા પર જાતે આ માસ્ક બનાવો અને લગાવો જેનાથી ગરમીમાં થશે ઠંડકની અનુભૂતિ.

સામગ્રી :

  • 2 ચમચી ગુલાબજળ
  • ½ ચમચી હળદર
  • ૧ ચમચી ચણાનો લોટ
  • ૧ ચમચી ગોળ

આ ફેસ માસ્ક બનાવાની  રીત :

  • સૌ પ્રથમ એક વાટકો લ્યો અને તેમાં માપ પ્રમાણે સામગ્રી ઉમેરો જેમાં ગુલાબ જળ હળદર ચણાનો લોટ અને ગોળને ભેળવી તેની પેસ્ટ બનાવો .
  • ત્યારબાદ આ તૈયાર થયેલ પેસ્ટને હળવા હાથથી તમારા ચેહરા પણ લગાડો અને તે ૪૦-૫૦ મિનિટ રાખો.
  • આટલું થયા તમારા ચેહરાને ઠંડા પાણી સાથે ધોઈ નાખો.

આ માસ્કથી થતાં ફાયદા :

  • તમારા ચેહરાના ખીલ દૂર થશે.
  • ગરમીમાં ઠંડકની અનુભૂતિ થશે.
  •  તમારી ત્વચાને નિખારવામાં પણ ઉપયોગી બનશે.

 

Loading...