Abtak Media Google News

ઠંડીની મોસમમાં ચા પીવાની મજા કઈક અલગ જ હોય છે અને ચા પીવાની તલપ વધી જાય છે. દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં ચા ઘણી રીતે બનાવવામાં આવે છે. જેમ કે આદુ ઈલાયચી, વરિયાળી અને તુલસીના પાનથી બને છે સ્પેશિયલ ચા. આ ચા ઠંડીમાં શરદીથી બચાવે છે સાથે પીવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. આપણે આજે એક એવી ચા વિશે જાણીશું જે ચા રોજ પીવા માંગો તો તમારે કદાચ તમારી મિલકત પણ વેચવી પડે એટલી મોંઘી છે આ ચા.

પીટી ટિપ્સ ડાયમંડ ટી

આ ચા દુનિયાની સૌથી મોંઘી ચા માંથી એક ગણાય છે. પીજી ટીપ્સના 75માં જન્મ દિવસે આ ટી બેગને તૈયાર કરવામાં આવી હતી. આ ટી-બેગમાં 280 ડાયમંડ લગાવેલા છે. સાથે એક ટી-બેગ બનાવવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. ડાયમંડના પેકેટમાં વેચાનારી આ ચાની કિંમત છે 13,000 ડોલર એટલે કે અંદાજીત 7.5 લાખ રૂપિયા છે.

પાંડા ડંગ ટી

આ ચાને તૈયાર કરવા માટે ખાસ પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો સ્વાદ અને અરોમાથી જ આ ચાની ઓળખ થઈ જાય છે.

ડો. હોન્ગ પાઓ ટી

આ ચા ચાઈના ફૂઝિયાન વૂઈસન વિસ્તારમાં મળી આવતી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે એક ખાસ વૃક્ષ પરથી તૈયાર કરવામાં આવે છે. ડો. હોન્ગ પાઓ ટીને જીવદાયિની પણ માનવમાં આવે છે.

યલો ગોલ્ડ બડ્સ

આ ચા ની ખેતી સિંગાપુરમાં વર્ષમાં એક વખત જ થાય છે. જેને ગોલ્ડ સાથે ભેળવીને માત્ર સિંગાપુરમાં જ વેચવામાં આવે છે. અને ખાસ આ ચા માં ગોલ્ડ ભેળવેલું હોવાને કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે.

સિલ્વર ટિપ્સ ઈમ્પીરિયલ

આ ચા નું વેચાણ ભારતમાં થાય છે. ભારતમાં વેચાતી ઈમ્પીરીયલ ચાની ખાસીયત એ છે કે પૂનમના દિવસે તેની ખેતી કરવામાં આવે છે. જેને કારણે તે આટલી મોંઘી છે. તેના પાંદડાઓ પર સિલ્વર રંગના ડાઘને કારણે તેને સિલ્વર ટિપ્સ કહેવામાં આવે છે.

તૈગુઆનયિન ટી

આ ચાનો રંગ અને કિંમત તમારા હોશ ઉડાવી દે એવી છે. આ ચા નું નામ બૌદ્ધ ગુરુ તૈગુઆનયિનના નામ પર રાખવામાં આવેલ છે. ઘણી વખત ઉકાળવાને કારણે આ ચા રંગહીન થય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.