Abtak Media Google News

જીવન છે તો મૃત્યુ પણ નિશ્ચિત છે જીવનમાં સૌથી મહાન સત્ય એ મૃત્યુ છે, જે મોટા વ્યક્તિ પણ નકારી શકતાનથી. જન્મ લઈને માણસ પૃથ્વી પર આવે છે અને મૃત્યુ પછી તેને કબ્રસ્તાન અથવા સ્મશાનભૂમિ પર લઇ જવામાં આવે છે.

મુસ્લિમ ધર્મમાં, મૃત્યુ પછી મૃત શરીરની કબ્રસ્તાન પર લઈ ત્યાં તેને દફનાવી દેવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. વિશ્વના દરેક ખૂણામાં કબ્રસ્તાન છે, પરંતુ શુ તમે વિશ્વનું સૌથી મોટી કબ્રસ્તાન વિશે જાણો છો. આ કબ્રસ્તાનમાં દરરોજ હજારો શબ દફનાવવામાં આવે છે

તમે જાણી ને હેરના થઇ જાશો કે આ સૌથી મોટા કબ્રસ્તાનમાં અત્યાર સુધી ૫૦ લાખ થી પણ વધારે શબ ને દફન કરવામાં આવ્યા છે.

વિશ્વની સૌથી મોટી કબ્રસ્તાન –

ઇરાક શહેરમાં આવેલું પીસ વેલી કબ્રસ્તાન વિશ્વની સૌથી મોટી કબ્રસ્તાન ગણવામાં આવે છે. ઇરાકમાં આ વખતે ઘણા આતંકવાદી હુમલાઓ થઈ રહયા છે, અને આ શ્રેણી આજ થી નહીં પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ કારણે, 200 થી વધુ મૃતદેહો ઇરાકમાં દરરોજ દફન કરવામાં આવે છે. અત્યાર સુધી, 50 લાખ થી પણ વધારે મુસ્લિમોના મૃતદેહોને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે.

આ કબ્રસ્તાન વિશે ખાસ બાબત એ છે કે માત્ર ઇરાકીઓને અહીં જ દફનાવવામાં આવ્યા નથી. આ કબ્રસ્તાન એટલું મોટું છે કે લાખો લોકો દર વર્ષે તેને જોવા આવે છે. આ રીતે તમે આ સ્થળને એક પ્રવાસી સ્થળ પણ કહી શકો છો.

આઇએસઆઇએસ થી પેહલા અહિયાં દર વર્ષે દફન કરનારા લોકોની સંખ્યા 80 થી 120 હતી, પરંતુ હવે દરરોજ 150 થી 200 શબને દફનાવવામાં આવે છે. આ સંખ્યાઓ અન્ય કબ્રસ્તાનની તુલનામાં ખૂબ ઊંચી છે.

આ કબ્રસ્તાનમાં એક મકબરો પણ છે, અને આઇએસઆઇએસ સામે લડતા પહેલાં, લડવૈયાઓ આ સ્થળ પર જરૂર આવે છે અને તેઓ અહીં આવીને તેઓ મન્નત માંગે છે કે જો તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે તો તેમને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે. આ કબરો ઇંટો, પ્લાસ્ટર અને કેલિગ્રાફીથી સજવવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇરાક આતંકવાદી સંગઠનોનું ગઢ બની ગયું છે અને આ કારણે, અહીં વસવાટ કરતા લોકોને ઇરાક છોડીને અન્ય દેશોમાં જવું પડતું હોય છે.

આતંકવાદી સંગઠનોને કારણે, ઇરાકના મૂળ નાગરિકોને તેમની ઘરની મિલકત છોડી દેવાની અને જીવન બચાવવા માટે ભાગી જવાની ફરજ પડે છે. તેમાં બાળકો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. આઇએસઆઇએસ સંસ્થા પણ ઇરાક જેવા ઘણા અન્ય દેશો પર હુમલો કરી રહી છે, જેમાં મહિલાઓ અને યુવાન છોકરીઓ જાતિ ગુલામ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.