Abtak Media Google News

– આજની દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનો પર્સનલ ડેટા ઓનલાઇન કોઇ એકાઉન્ટમાં સેવ સ્ટોર કરી રહ્યો છે જે ઘણીવાર જોખમ નોતરે છે સાયબર ક્રાઇમની વધતી જતી ગતિ વિધિઓને લઇને ઇમેલથી લઇ ફેસબુક અને અન્ય એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ બની રહી છે અહી અમે તમને હેકર્સની હૈકિગ ટ્કિસ વિશે બતાવીએ છીએ કે હેકર્સ કઇ રીતે તમારુ એકાઉન્ટ હેક કરી શકે છે.

આ ૫ રીતે હેક થાય છે કોઇનું પણ એકાઉન્ટ…..

૧- કોઇપણ એકાઉન્ટને હેક કરવા માટેનું હેકર્સનું આ સૌથી મોટુ હથિયાર છે સ્પાઇડર એટેકથી કોઇપણનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં જ હેક કરી શકે છે આનાથી કોઇપણ કંપનીની વેબસાઇટ, એકાઉન્ટ વગેરેની કવેરી ફઝ, એચટીટીપી મેથડ અને પબ્લિક કૈશે સહિતના ડેટા ચોરી કરી હેક કરી શકાય છે.

૨- સોશ્યલ એન્જિનીયરીંગ :-

આના માધ્યમથી હેકર્સ તમારા મિત્રો અને સોશ્યલ નેટવર્કિગની મદદથી તમારા ઇમેઇલ આઇડી, પાસવર્ડ અને ક્રેડિડ કાર્ડ સુધીની માહિતી મેળવે છે વાતોવાતોમાં જ પોતાના મિત્રોને ચેટ અને મેસેજિંગમાં પોતાનો ડેટા શેર કરી દે છે. અને હેકર્સ ત્યાંથી પણ ઉઠાવી લે છે

૩ – કી લોગર

– કી લોગરથી હેકર્સ એક મેઇલ મોકલે છે જેમાં એક ખાસ પ્રકારનો હેકીંગ કાર્ડ હોય છે જે કોઇ ટેકસ્ટ કે ડોક્યુમેન્ટના જેવો જ દેખાય છે પણ તેમાં હેકિંગ ટુલ હોય છે જેવો તમે આને ડાઉનલોડ કરો તેવી જ તમારી બધી ડિટેલ હેકર્સ પાસે પહોંચી જાય છે આ પણ એક જાતનું ફિશિંગ જ છે.

૪- ડિક્શનરી હૈકિંગ

– કોઇપણ એકાઉન્ટ અને વેબસાઇટ હેક કરવા માટે યુઝર્સ હંમેશા આ ડિક્શનરી સોફ્ટવેરનો યુઝ કરે છે એક રિપોર્ટ અનુસાર ૫૦%થી વધુ પાસવર્ડ હેકિંગ આ સોફ્ટવેરથી જ કરાય છે આમા આ સોફ્ટવેર પર મ્યુટેશન અને કોમ્બિનેશનની મદદથી પાસવર્ડ ક્રેક કરે છે

૫- બ્રુટ ફોર્સ :

– હેંકિંગની આ લાંબી પ્રોસેસ છે આનાથ હેકર્સ અંદામથી નંબર સ્ેપેશ્યલ કેરેક્ટર્સ અને શબ્દોનું સિલેક્શન કરી પાસવર્ડ ક્રેક કરવાની કોશિશ કરે છે સામન્ય રીતે આમા નામ અને નંબરની મદદ લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.