Abtak Media Google News

સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા મંગળવારે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂક્લિયર વહન ક્ષમતા ધરાવતી અગ્નિ – 2 મિસાઈલનું ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરાયું છે. આ મિસાઈલની મારક ક્ષમતા 2000 કિલોમીટરથી વધુની છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ ભારતે પરમાણુ વિકસિત વહન ક્ષમતા ધરાવતી પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. તો 6 ફેબ્રુઆરીએ અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. દેશમાં જ તૈયાર થનારી અગ્નિ-1 મિસાઈલ 700 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.