Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અંબાતી રાયડુ હાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક સિનિયર સિટિઝન સાથે ધક્કા મૂક્કી કરતો નજરે ચડે છે. હૈદરાબાદના આ વીડિયોમાં અંબાતી પોતાની કાળી કારમાંથી નીચે ઉતરે છે અને એક વ્યક્તિ સાથે હાથાપાઈ કરે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો જારી કરાયો છે. હાલ જો કે વીડિયોની પ્રમાણિકતા અંગે કોઈ દાવો કરાયો નથી. વીડિયોમાં અંબાતીની કાળા રંગની ગાડી જોવા મળી રહી છે. વીડિયો જોઈને એવું લાગે છે કે કદાચ વૃદ્ધ વ્યક્તિએ ક્રિકેટરના રશ ડ્રાઈવિંગનો વિરોધ કર્યો કર્યો હતો. જેનાથી નારાજ થઈને અંબાતી હાથાપાઈ પર ઉતરી આવ્યો. આ દરમિયાન કેટલાક લોકો બચાવવાની કોશિશ પણ કરી રહ્યાં છે.

 

Raydu1અંબાતી નાયડુ ભારત માટે 34 વનડે ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે અને 1055 રન બનાવ્યાં છે. તે પોતાની છેલ્લી મેચ ઝિમ્બાબવે સામે રમ્યો હતો. ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)માં તે મુંબઈ તરફથી રમે છે. અંબાતીનું નામ પહેલીવાર વિવાદમાં સપડાયું છે તેવું નથી. આ અગાઉ એક સાથી ક્રિકેટર સાથે પણ તે વિવાદમાં ઉતર્યો હતો. 2005માં રાયડુ અને અર્જુન યાદવ નામના એક ક્રિકેટર વચ્ચે લડાઈ થઈ હતી. બંને વચ્ચે આ લડાઈ રણજી મેચ દરમિયાન આંધ્ર પ્રદેશમાં મેદાનની પીચ પર થઈ હતી. અર્જુન આંધ્ર ક્રિકેટ એસોશિએશનના સચિવ શિવપાલ યાદવનો પુત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.