Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં અનુમતિ અર્થે રજુ કરેલ કમિશનરશ્રીએ નવા કર પ્રસ્તાવ તેમજ પરંપરાગત મીલ્ક્લત વેરા અકારણી પદ્ધતિના સ્થાને કાર્પેટ એરિયા બેઇઝ્ડ નવી મિલકતવેરા પધ્ધતિ ઉપરાંત અન્ય વિકાસ લક્ષી યોજનાઓ બજેટમાં સુચવેલ સ્ટેન્ડીંગ કમીટીએ આ બજેટણી વિવિધ જોગવાઈઓની સમીક્ષા કરી રાજકોટ શહેરની પરિસ્થિતિ તથા શહેરીજનોની જરૂરિયાત ધ્યાને લઈ જરૂરી ફેરફારો કર્યા છે સાથો સાથ લોકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં સમાવેશ કરેલ છે.

વધુમાં શાસક પક્ષે બજેટની જોગવાઈઓના અભ્યાસ દરમ્યાન શહેરીજનોને કેન્દ્રમાં રાખેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા અપનાવેલી નગરીક લક્ષી પ્રશાનસિક વ્યવસ્થાને મહાનગરપાલિકા પણ વળગી રહેશે. સરકારશ્રી પાસેથી વિવિધ હેડ હેઠળ મળી રહેલ ગ્રાન્ટ અને મહાનગરપાલિકાની પોતાની આવક માંથી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડીંગ કમિટી ઘનિષ્ઠ વિચારણા બાદ રૂ.૧૭૬૯.૩૩ કરોડનું બજેટ મંજુર કરેલ છે. જે બદલ શાસક પક્ષના તમામ સભ્યોને  હું આ તકે અભિનંદન પાઠવું છું.

રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ મળેલી જનરલ બોર્ડમાં રૂ.૧૭૬૯.૩૩કરોડનું બજેટ મંજુર કરી, પાણી વેરામાં સુચવવામાં આવેલ વધારો નામંજુર કરવા બદલ તેમજ વાહન કરમાં સૂચવવામાં આવેલ તોતિંગ વધારાને બદલે પ્રમાણસર વધારો  કરવા બદલ શાસક પક્ષ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર માનતા તેમજ પ્રજાલક્ષી બજેટને આવકારતા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન અને વોર્ડ-૧૭ના કોર્પોરેટર શ્રીમતી અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી એ જણાવેલ કે, આ બજેટમાં શહેરના મધ્યમવર્ગ, વિધાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો સહિતના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર્સ પર ૧% અને ફોર-વહીલર્સ પર ૨% વ્હીકલ ટેક્ષ, કાર્પેટ એરીયાબેઇઝ મિલ્કત વેરા આકારણીના નવા દરો અને નિયમો મંજુર કરેલ છે. જેમાં રહેણાકમાં પ્રતિ ચો.મી.૧૧ અને કોમર્શીયલમાં રૂ.૨૨, વિસ્તારના રહેવાસીઓને લગ્નપ્રસંગ માટે વિવિધ વોર્ડમાં ૬ નવા કોમ્યુનીટી હોલ મંજુર કરેલ છે. શહેરના વિવિધ વિસ્તારમાં બે નવી હાઈસ્કુલ, બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.,નિર્મલા કોન્વેન્ટ ફાયર સ્ટેશનના સંકુલમાં રીડીંગ રૂમ/રેફરન્સ બુક કોર્નર બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.

રેસ્કોર્ષમાં ચિલ્ડ્રનસ પાર્ક ડેવલપમેન્ટ કરવાનું અને મોન્યુમેન્ટલ ફ્લેગ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે., દાણાપીઠ-સટ્ટાબજાર સહિતના વોકળાં પર એલિવેટેડ રોડ બનાવવાનું કામ મંજુર કરવામાં આવેલ છે. શહેરની મુખ્ય બજારોમાં વિમેન્સ યુરીનલ, સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનમાં બે નવા મહિલા એક્ટીવીટી સેન્ટર બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે, શહેરમાં વિવિધ જગ્યાએ મોડર્ન રાત્રી બજાર, કોઠારીયા રોડ પર સિંદુરિયા ખાણ પાસે નવું ઓડીટોરીયમ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે, શહેરના ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટની યોજનાઓનો ઉમેરો કરેલ છે., ૪૮ રાજમાર્ગોનો યુનિફોર્મ પેટર્નથી વિકાસ કરવાનું મંજુર કરવામાં આવેલ, શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટનું બ્યુટીફીકેશન, મવડી વિસ્તારમાં નવો સ્વીમીંગ પુલ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે.

ફરીને આવું પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ કાયદો અને નિયમો સમિતિના ચેરમેન શ્રીમતી અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામીએ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય તથા તમામ જનરલ બોર્ડના સભ્યો અને ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષનો આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.